વડોદરાની દીકરી અનાથ બાળકો સાથે જન્મ દિવસ ઉજવવા જતી હતી અને…. જન્મદિન બન્યો જિંદગીનો છેલ્લો દિવસ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

રાજ્યમાં અનેક અકસ્માતોમાં અનેક નિર્દોષ લોકો પોતાની જિંદગી ગુમાવતા હોય છે, ત્યારે વડોદરાના કરજણમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં યુવતીનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું છે. વડોદરાના કરજણમાં કાર ચાલકે મેડિકલ સ્ટુડન્ટ યુવતીને અડફેટે લેતા યુવતીનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, કરજણ – આમોદ માર્ગ પર આવેલ સુમેરૂ તીર્થ પાસે શ્રી માલિની કિશોર સંધવી મેડિકલ કોલેજમાં પહેલા વર્ષમાં B.H.M.S. માં અભ્યાસ કરતી 17 વર્ષીય યુવતી ભોગ બની છે. લેન્સી મહેતા મૂળ જામનગરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જામનગરની લેન્સી મહેતા અનાથ આશ્રમમાં બાળકો સાથે જન્મ દિવસની ઉજવણી કરવા જતા કોલેજની બહાર નીકળી હતી, જ્યાં કરજણ તરફથી આમોદ તરફના માર્ગ પર કાર ચાલકે યુવતીને અડફેટે લઈ કાર ચાલક કરજણ પોલીસ મથકે હાજર થયો હતો. કાર ચાલકે યુવતીને અંદાજિત 5 ફૂટ ફંગોટી હતી.

અંબાલાલ પટેલની ઘાતક આગાહીથી આખું રાજ્ય ફફડી ગયું, 8 મેના રોજ ગુજરાતમાં આવશે ખતરનાક આંધી

ઓવરટાઇમ માટે સીધા ડબલ પૈસા! કામના કલાકો નક્કી, કર્મચારીઓને આપવી પડશે આ સુવિધાઓ, આ રાજ્યએ કર્યો નવો નિમય

આ વખતે તલાટીની પરીક્ષામાં કોઈ ઘાલમેલ નહીં થાય, આ વાતોનું ખાસ ધ્યાન રખાશે, બે કલાક પહેલા ઉમેદવારોનું સઘન ચેકિંગ

પ્રાથમિક માહિતી પ્રમાણે કાર ચાલક ભરૂચ કલેક્ટર ઓફીસ ટુરિઝમ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે.અકસ્માત સર્જાતા કરજણ પોલીસ, ઇમરજન્સી 108 તાત્કાલિક અકસ્માત સ્થળે દોડી આવી હતી. અકસ્માતમાં મૃત પામેલ યુવતી અંદાજિત 17 વર્ષીય લેન્સી પરિમલ મહેતાને કરજણ સામુહિક આરોગ્ય ખાતે PM અર્થે ખસેડાઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Share this Article
TAGGED: ,