બનાસકાંઠાના વાવ પંથકમાં એક સગીરાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, આ મામલે તપાસ કરતા પોલીસ સમક્ષ સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું. જે બાદ સગીરાના પિતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસ આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી. ત્યારે સમગ્ર ઘટનાને લઈ વાવ પંથકમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠાના વાવ પંથકની એક સગીરા ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રસાય કર્યો હતો. જાેકે, સમય રહેતા અને અનહોની ઘટે તે પહેલા સગીરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારે આ ઘટનાની જાણ થતા પોલીસ સગીરાને મળવા હોસ્પિટલ પહોંચી હતી. જ્યારે સગીરાની પુછપરછ દરમિયાન તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું.
બે મિત્રોની મદદથી યુવકે સગીરાને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી અને તેને પોતાના ઘરે બોલાવી હતી. જે બાદ યુવકે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. યુવકે સગીરાને પહેલા તો ધમકી આપી ઘરે બોલાવી હતી અને ત્યારબાદ તેને ર્નિવસ્ત્ર કરી તેનો વીડિયો ઉતાર્યો હતો. જે બાદ યુવક વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર મળવા માટે સગીરા પર દબાણ કરતો હતો.
યુવકના વારંવાર દબાણ કરવાથી અને અવારનવાર દુષ્કર્મનો ભોગ બનાવથી પીડિત સગીરાએ આખરે કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા આરોપી યુવકનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ થતાં સગીરના પિતાએ વાવ પોલીસ મથકે દુષ્કર્મી આરોપી તેમજ મદદ કરનાર તેના ૨ મિત્રો સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. દુષ્કર્મની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને પકડી પાડવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.