અંબાલાલ પટેલ હવામાનની આગાહી માટે જાણીતા છે. તેઓની હવામાનની દરેક આગાહી આજ દિન સુધી સાચી સાબિત થઈ છે. અંબાલાલ કાકા કહે તો એ દિવસ વરસાદ પડે જ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ સચોટ આગાહી કરીને નામ કમાઈ ગયા છે. પરંતું હાલ એક નવી આગાહીનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પત્રમાં આખા વર્ષની આગાહી કરવામાં આવી છે. બાબુભાઈ વિરજીભાઈના નામનો આ પત્ર છે. જેમાં માર્ચ મહિનાથી લઈને ડિસેમ્બર મહિના સુધી ગુજરાતમા હવામાનની આગાહી કરવામાં આવી છે.
વર્ષ 2023ની શરૂઆતથી જ ગુજરાતનું વાતાવરણ સરખું રહ્યું નથી. ઠંડી અને ગરમી વચ્ચે માવઠું આવ્યા કરે છે. ત્યારે બાબુભાઈ વિરજીભાઈના નામે જે પત્ર વાયરલ થયો છે તેમાં માર્ચથી ડિસેમ્બર મહિના સુધીની આગાહી કરવામાં આવી છે. પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, આ વર્ષના મે મહિનામાં વાવાઝોડાની આગાહી કરવામા આવી છે. તો જુલાઈ મહિનામાં અતિવૃષ્ટીની આગાહી કરવામા આવી છે. જયારે સપ્ટેમ્બર મહિનામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
CSKના 14 કરોડના ખેલાડીએ જીતેલી બાજીની પથારી ફેરવી નાખી, એક ઓવર નાખી અને GTને લાડવો મળી ગયો
તેમાં લખાયુ છે કે, તારીખ 7 જુલાઈથી 14 જુલાઈ સુધીમાં અતિભારે વરસાદ થશે. તારીખ 17 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર 2023 સુધીમાં વાવાઝોડું થશે. તારીખ 1 ઓક્ટોબરથી તારીખ 3 ઓક્ટોબરે ગાજવીજ સાથે કરાના વરસાદ થશે. 2023 નુ વર્ષ તોફાની રહેશે.પત્રના અંતે સરનામું લખાયું છે જેમાં લખીતન રૂપાવટી બાબુભાઈ વિરજીભાઈ, મું સનાળા કુંકાવાટ વડીયા જી અમરેલી અને મોબાઈલ નંબર આપ્યો છે.