એક વાત આખા ભારતમાં જાણીતી છે કે થોડા વર્ષો પહેલા સુરતના ડાયમંડ કિંગ ઉધોગપતિ સવજી ધોળકિયાએ પોતાના કર્મચારીઓને કાર ગિફ્ટ કરી હતી. ત્યારે હવે અમદાવાદની આ કંપનીના માલિક કર્મચારીઓ માટે કાર ગિફ્ટ આપી ફરીથી ચર્ચામાં આવી છે. આ કંપનીએ પોતાના 13 કર્મનિષ્ઠ કર્મચારીઓને મોંઘીદાટ કાર ગિફ્ટ કરીને અનોખી પહેલ કરી છે.
કર્મનિષ્ઠ કર્મચારી એ જ કંપનીની સાચી મૂડી હોય છે. આ કર્મચારીઓના વિશ્વાસ અને કામને પ્રોત્સાહિત કરવાની અમદાવાદની એક ખાનગી કંપનીએ ઉદાહરણ પુરુ પાડ્યું છે. અમદાવાદની આ ત્રિધ્યા ટેક નામની આઇટી કંપની દ્વારા તેના 13 કર્મચારીઓને મોંઘીદાટ કાર ભેટ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં માહોલ એવો છે કે અનેક મોટી મોટી કંપનીઓ પોતાના કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી રહી છે. ત્યારે અમદાવાદની ત્રિધ્યા ટેક નામની ખાનગી કંપનીના કર્મચારીઓને જાણે લોટરી લાગી હોય તેવો આ માહોલ જોવા મળી રહ્યો છે. આ કંપનીએ પોતાના 13 કર્મનિષ્ઠ કર્મચારીઓ ને મોંઘીદાટ કાર ગિફ્ટમાં આપી છે.
આ ખાસ પ્રસંગે કંનીના એમ ડી રમેશ મરંડએ જણાવ્યું કે, કંપનીને 5 વર્ષ પૂર્ણ થયા છે. 5 વર્ષમાં જે પણ અમે કમાયા છીએ તે કર્મચારીઓની મહેનતના લીધે કમાયા છીએ. 13 કર્મચારીઓને વર્ષોથી કંપનીના મિશન પ્રત્યેની તેમની સખત મહેનત અને સમર્પણ માટે પ્રશંસાના પ્રતીક તરીકે સન્માનિત કર્યા છે. જેના ભાગરૂપે કર્મચારીઓને કાર ગિફ્ટ કરી રહ્યા છીએ. અમે બનાવેલી સંપત્તિ અમારા કર્મચારીઓ સાથે વહેંચવામાં દ્રઢપણે વિશ્વાસ રાખીએ છીએ. સાથે જ તેમણે કહ્યું કે આ તો ખાલી શરૂઆત છે. કર્મચારીઓ માટે ભવિષ્યમાં આવી વધુ પહેલ કરીશું.