Surat News: સુરતમાંથી એક ખુબ જ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારે સામુહિક આત્મહત્યા કરી છે અને આખું શહેર હિબકે ચડ્યું છે. જ્યારે આખા પરિવારે સામૂહિક આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઇ છે. ઘટનાને પગલે પોલીસનો મોટો કાફલો દોડી આવ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
એક સાથે સાત લોકોના મોતથી ભારે અરેરાટી ફેલાઇ છે. ઝેરી દવા ગટગટાવી પરિવારે સામૂહિક આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રથામિક માહિતી અનુસાર, આર્થિક તંગીના લીધે પરિવારે સામૂહિક આપઘાત કરી લીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઝેરી દવા ગટગટાવી પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે. પતિ-પત્ની, માતા-પિતા અને એક બાળક અને બે બાળકી સાથે સામૂહિક આપઘાત કરી લીધું છે. મનીષ સોલંકીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો, જ્યારે પરિવારના અન્ય સભ્યોએ ઝેરી દવા આપી હોવાની શંકા છે. જોકે, પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
વિગતો મળી રહી છે કે સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં સી-2 બ્લિડિંગમાં રહેતા મનિષ સોલંકીએ પરિવારમાં માતા-પિતા, પત્ની અને ત્રણ બાળકોને ઝેરી દવા આપ્યા બાદ પોતે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની વિગતો સામે આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફર્નિચરના વ્યવસાય સાથે જોડાયેલા અને મોટા કોન્ટ્રાક્ટ રાખતાં મનિષ સોલંકી લાંબા સમયથી આર્થિક સંકરામણ અનુભવતા હોય તેવું પ્રાથમિક રીતે લોકોનું કહેવું છે.