પાલનપુરની બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. એમબીબીએસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ધાબા પરથી પડતું મકી આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. જાે કે, વિદ્યાર્થીના આપઘાત પાછળનું કારણ અકબંધછે. જે પોલીસ તપાસમાં સામે આવી શકે છે.
મળતી માહિતી અનુસાર, પાલનપુર તાલુકાના મોરિયા ખાતે આવેલી બનાસ મેડિકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. વિદ્યાર્થીએ બનાસ મેડિકલ કોલેજના ધાબા ઉપરથી નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. ત્યારે મૃતક વિદ્યાર્થી ભિલોડાનો જતીન કીર્તિભાઈ દરજી હોવાનું સામે આવ્યું છે. જાે કે, ઘટનાની જાણ થતા પાલનપુર પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
પાલનપુર પોલીસ દ્વારા વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થીના આપઘાત પાછળનું કારણ અકબંધ છે. જે પોલીસ તપાસમાં સામે આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, આજે મહિલા દિવસ નિમિત્તે બનાસડેરી સંચાલિત બનાસ મેડિકલ કોલેજમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાવાનો હતો. પરંતુ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલના આગમન પૂર્વે વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો.