ગુજરાતમાં કોરોનાના આંકડા તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાનાં ૧૭ નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૧૧ દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૩,૨૭૪ દર્દીઓએ અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને ૯૯.૧૦ ટકાએ પહોંચી ચુક્યો છે.
તો બીજી તરફ કોરોનાના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ ૧,૧૨,૮૭૮ રસીના ડોઝ અપાયા હતા. બીજી તરફ જાે કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૧૦૫ એક્ટિવ કેસ છે. જે પૈકી ૨ નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે ૧૦૩ નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૩,૨૭૪ નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં ૧૦,૯૪૩ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે.
જાે કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં ૯, વડોદરા કોર્પોરેશનમાં ૪, ગાંધીનગર કોર્પોરેશન ૨, ગાંધીનગર અને રાજકોટ કોર્પોરેશનમાં ૧-૧ કેસ નોંધાયા હતા આ પ્રકારે કુલ ૧૭ કેસ નોંધાયા હતા. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૧૦૫૯ ને રસીનો પ્રથમ અને ૧૪૩૩૨ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો.
૧૫-૧૭ વર્ષના કિશોરો પૈકી ૪૯૮ અને રસીનો પ્રથમ અને ૪૪૫૫ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૪૪૨૨ ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. ૧૨-૧૪ વર્ષના તરૂણો પૈકી ૯૯૮૭ ને રસીનો પ્રથમ જ્યારે ૬૮૧૨૫ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૧,૧૨,૮૭૮ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ ૧૦,૭૭,૬૪,૯૩૪ ડોઝ અપાઇ ચુક્યાં છે.