આગાહી મુજબ નવરાત્રીની શરૂઆત સાથે જ મેધરાજાએ ફરી એકવાર એંટ્રી કરી દીધી છે. આજે રાજ્યના કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ ખાબક્યો હોવાના સમાચાર છે. પહેલા જ દિવસે આ માહોલ જોતા ખેલૈયાઓના રંગમા ભાંગ પડવાની શકયતા છે. આ સાથે આયોજકોમાં પણ ચિંતામા મૂકાયા છે. આજે અમદાવાદ, વડોદરા, સુરત, અમરેલીમા ઝાપટા નોંધાયા છે.
આ સાથે જ અમદાવાદમા મેધમહેર જોવા મળી છે. શહેરના હાટકેશ્વર, ખોખરા, મણિનગર, અમરાઈવાડી સહિય પૂર્વમાં વરસાદ ખાબક્યો છે. આ સિવાય સુરત, બારડોલી, વડોદરાના ઓ.પી. રોડ, અલકાપુરી, રેસકોર્સ, ઇલોરા પાર્ક, સુભાનપુરામાં મેધરાજાએ એંટ્રી કરી દીધી છે. અમરેલીના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદના સમાચાર છે. જો કે આ અંગે આગાહી પહેલાથી જ કરવમા આવી હતી.
હવામાન વિભાગ દ્વારા અંબાલાલ પટેલ દ્વારા કહેવામા આવ્યુ હતુ કે બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં લો પ્રેશર બની રહ્યુ છે જેથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખાબકશે. અંબાલાલે આગાહી કરતા કહ્યુ હતુ કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદી ઝાટપા થશે. 26 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે, 27 સપ્ટેમ્બરે કેટલાક ભાગોમાં વરસાદ, 28 સપ્ટે.થી 1 ઓક્ટોબર સુધી ઉત્તર અને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ નોંધાશે.
હવે તેમની આ આગાહી એકદમ સાચી પડી છે અને રાજ્યમા મેધમહેર જોવા મળી રહી છે. આ સિવાય અંબાલાલ પટેલે કહ્યુ હતુ કે 5 ઓક્ટોબર સુધી દરિયામાં ભારે પવન ફૂંકાશે અને 10 ઓક્ટોબર પછી બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણને કારણે ચોમાસુ વિદાય લેશે. આ સિવાય ચોમાસાના અંતિમ દિવસોમાં ઉત્તર ભારતમા ભારે વરસાદ પડી શકે છે.