હાલમાં આખા ભારતમાં લોકો ગણપતિ બાપ્પાને આવકારી રહ્યા છે અને ગણેશ ચતુર્થી નિમિત્તે ઉત્સવનો માહોલ છે. ઠેર ઠેર બાપાની ગીત ગુંજી રહ્યા છે અને લોકો ઉમળકાભેર બાપ્પાને તેડી આવે છે. ત્યારે અલગ અલગ સેલેબ્રિટીઓ પણ પોતાના આલ્બમ ગીત રજૂ કરે છે. એ જ અરસામાં ગુજરાતી એક્ટર પ્રકાશ ગઢવીનું દેવ બાપા આવ્યા ગીત પણ હાલમાં યુ-ટ્યુબ પર ઘૂમ મચાવી રહ્યું છે અને લોકો ગીતની બીટ પર નાચી રહ્યા છે.
એક્ટર પ્રકાશ ગઢવીએ દેવ બાપા આવ્યા ગીત વિશે વાત કરી હતી કે આ ગીતનું શુટિંગ વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. 2 દિવસની પ્રેક્ટિસ અને 2 દિવસના શુટિંગના અંતે આ ગીતે તૈયાર થયું હતું. આમ તો કોઈ ખાસ પ્લાન નહોતો પણ અમારું ગૃપ બેઠું હતું અને વિચાર્યું કે ગણપતિ બાપ્પાનો ઉત્સવ આવી રહ્યો છે તો એકાદ ગીત કરીએ. મિત્ર બિમલ સોલંકી પાસે ગીત લખેલું હતું અને સ્પીડમાં જ ગીત કરવાનો વિચાર આવ્યો અને શુટિંગ કરી રિલીઝ કર્યું. હાલમાં લોકોનો સારો પ્રતિસાદ મળ્યો એ બાપ્પા અને લોકોના આશીર્વાદ છે.
ચોમાસાના વિદાયની આગાહી આવી ગઈ, 36 કલાક મેઘરાજા ધોધમાર બેટિંગ કરશે, પછી આ તારીખથી ચોમાસું લેશે વિદાય
એક્ટર પ્રકાશ ગઢવી વિશે વાત કરીએ તો એમણે 3 ગુજરાતી ફિલ્મ કરેલી છે. પ્રેમ અનુબંધ, અને પ્રેમ, મુક્તિઘર.. આ 3 ફિલ્મને પણ પ્રેક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ સાથે જ પ્રકાશ ગઢવીએ 3 આલ્બમ ગીતો પણ કર્યા છે. આ ગીતમાં મ્યુઝિક ડાયરેક્ટર, સીંગર, ક્મોપઝર અને લેખક તરીકે મલ્ટી ટેલેન્ટેડ બિમલ સોલંકીએ ફાળો આપ્યો છે. તો વળી DOPમાં નિલેશ સોલંકી અને કોરિયોગ્રાફમાં કેતુલ વાઘેલાએ યોગદાન આપ્યું છે.