ગણેશ ચતુર્થી પર, કર્ણાટકના બેંગલુરુમાં જેપી નગર સ્થિત સત્ય ગણપતિ મંદિર પરિસરને લગભગ 2.5 કરોડ રૂપિયાના સિક્કા અને નોટોથી શણગારવામાં આવ્યું છે. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
સોમવારથી બેંગલુરુ અને સમગ્ર કર્ણાટકમાં ગણેશ ચતુર્થીની ઉજવણી ધાર્મિક ઉત્સાહ સાથે શરૂ થઈ. ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા માટે ભક્તો મંદિરો અને પંડાલોની મુલાકાત લઈ રહ્યા છે. અનોખા શણગારને કારણે સત્યગણતી મંદિર ભક્તોનું ધ્યાન ખેંચી રહ્યું છે.
ટ્રસ્ટીઓના જણાવ્યા અનુસાર, આ મંદિરનું સંચાલન કરી રહેલા ગણપતિ શિરડી સાંઈ ટ્રસ્ટે 5, 10 અને 20 રૂપિયાના સિક્કાની માળા તૈયાર કરી છે. આ સાથે 10,20,50,100,200 અને 500ની નોટોના માળા પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ તોરણોની કિંમત લગભગ 2.5 કરોડ રૂપિયા છે.
એક ટ્રસ્ટીએ જણાવ્યું કે લગભગ 150 લોકોની ટીમે એક મહિના દરમિયાન મંદિરને સિક્કા અને નોટોના માળાથી શણગાર્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, આ માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને સીસીટીવી દ્વારા પણ દેખરેખ રાખવામાં આવી રહી છે.
આજે ગણેશ ચતુર્થીના દિવસે ખુલશે આ રાશિના લોકોનું નસીબ, બાપ્પા આપશે અપાર ધન, સૌભાગ્ય અને સફળતા
ગણેશ ચતુર્થી 2023: આવતીકાલે આ શુભ સમયે બાપ્પાની મૂર્તિ ઘરે લાવો, જાણો ગણપતિ સ્થાપનની સંપૂર્ણ રીત.
આવા નસીબ તો ક્યારેય જ આવે, કાલે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિના જન્મ જેવો જ સંયોગ તમને માલામાલ કરી દેશે
સિક્કાઓનો ઉપયોગ કરીને કલાત્મક નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમાં ભગવાન ગણેશ, ‘જય કર્ણાટક’, ‘રાષ્ટ્રપ્રથમ’, ‘વિક્રમ લેન્ડર’, ‘ચંદ્રયાન’ અને ‘જય જવાન જય કિસાન’નો સમાવેશ થાય છે. એક ટ્રસ્ટીએ જણાવ્યું કે નોટો અને સિક્કાઓથી બનેલો આ શણગાર એક સપ્તાહ સુધી રહેશે.