બોટાદના બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડ બાદ આખા ગામમા શોકની લહેર ફરી વળી છે. આ ઘટનાએ અત્યાર સુધી 57 લોકોના જીવ લીધા છે જેમા સૌથી વધુ મોત રોજીદ ગામમાં 12 લોકોના થયા છે.
બીજી તરફ કેટલાય લોકો હજૂ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમાથી ઘણા લોકોની આંખોની દ્ર્શ્ટી પણ ગુમાવી હોવાના સમાચાર સામે આવ્યા છે.
રોજીદ ગામમાંની શેરીઓમાં સન્નાટો છવાયો છે. પરિજનોને જીવ ગુમાવેલા લોકોને વિદાય બાદ આખી રાત આઘાતમાં ગુજારી હતી. ક્યાંક પરિવારે જુવાન દીકરો ગુમાવ્યો તો કેટલાકે પોતાના પિતા.
ઘણી જગ્યાએ ઘરના મોભીનુ મોત થતા પરિવાર પર આભ તુટી પડ્યુ છે. ગામમા ચારે તરફ બસ આજ વાત ચાલી રહી છે.