આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન મુજબ જામનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે જિલ્લા પંચાયત જામનગર દ્વારા જામનગર જિલ્લાની તમામ ૪૧૭ ગ્રામ પંચાયત ને ૮૬ ક્લસ્ટરમાં સમાવિષ્ટ કરી પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાનાર છે.
આ પ્રાકૃતિક કૃષિ પ્રચાર પ્રસાર અભિયાનના શુભારંભ પ્રસંગે આવતીકાલ તા. ૩૦ એપ્રિલ શનિવારના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં ટાઉનહોલ જામનગર ખાતે કૃષિ શિબિરનું આયોજન કરાયું છે. આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત જુદી જુદી ખેત પેદાશો અંગેનું પ્રદર્શન તથા વેચાણ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.
આ તમામ સ્ટોલ કાર્યક્રમના સ્થળે રાજ્યપાલના હસ્તે ખુલ્લા મૂકવામાં આવશે.પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા જુદા જુદા ઉત્પાદનોના રાખવમાં આવેલ સ્ટોલ બપોરે ૧૨ઃ૩૦ કલાક થી સાંજે ૦૫ઃ૦૦ કલાક સુધી વેચાણ માટે ખુલ્લા રહેશે.
લોકોની આરોગ્ય સુખાકારી જળવાય અને ખેડુતોની આત્મ ર્નિભરતામાં સહયોગી બની શકાયએ માટે નાગરિકોને આ પ્રદર્શન તથા વેચાણ સ્ટોલની મુલાકાત લેવા તથા ખેડૂતોએ પોતાના ખેતરે તૈયાર કરેલ પ્રાકૃતિક પેદાશો લોકો વધુમાં વધુ ખરીદ કરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પંચાયત, જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.