અમદાવાદમાં પાન-મસાલા ખાઈને થૂંકનારા 198ને રૂ.20,150નો દંડ ફટકારાયો, પિચકારી મારનારને CCTVના આધારે મોકલાશે ઇ-મેમો

Desk Editor
By Desk Editor
Share this Article

Ahmedabad News: AMC દ્વારા જાહેરમાં પાન- મસાલા ખાઈને પિચકારી મારનારા અને થુંકનારા વિરૂદ્ધ એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સોમવાર એટલે કે ગઈકાલે શહેરના જુદા જુદા વિસ્તારોમાં 198 લોકોને ઝડપી પાડીને રૂ. 20,150નો દંડ વસૂલ કરાયો છે.

શહેરમાં રોડ ઉપર ચાલતા જતા કે વાહનો પર જતા લોકો પિચકારી મારીને ગંદકી ફેલાવતા હોય છે જેના કારણે શહેરમાં સ્વચ્છતા જળવાતી નથી. જાહેરમાં જે પણ લોકો થૂંકી ગંદકી ફેલાવતા લોકોને દંડ કરવા સુચના આપી હતી. આગામી દિવસોમાં આ ઝુંબેશને સઘન બનાવવામાં આવશે.

શહેરમાં 130થી વધારે ટ્રાફિક સિગ્નલો, જાહેર સ્થળો પર લગાવવામાં આવેલ 6,000થી વધારે CCTVના આધારે પાન-મસાલા ખાઈ જાહેરમાં થૂંકનાર નાગરીકોની વીડિયો કલીપ ઈમેજ પરથી વાહન નંબર મેળવીને રહેઠાણનાં સરનામે ઇ- મેમો પણ મોકલવામાં આવશે.

શહેરના સીટીએમ, સોનીની ચાલી, પાલડી, અંજલી ચાર રસ્તા આશ્રમરોડ, નરોડા, મેમકો, ચેનપુર, અખબારનગર, બાપુનગર જમાલપુર, ઠક્કરબાપાનગર, નારોલ સહિતના વિસ્તારોમાં જાહેરમાં રોડ ઉપર પાનના ગલ્લા નજીક ઊભા રહી થુંક્તા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

સૌરવ ગાંગુલીના નિવેદનથી થયો હંગામો, કોચ રાહુલ દ્રવિડે આપી તીખી પ્રતિક્રિયા, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

મહેરૌલીમાં 900 વર્ષ જૂના બાબા રોજબીહની કબર પર કેમ ચાલ્યું બુલડોઝર? ભારતમાં ઇસ્લામનો નખાયો હતો પાયો

આ 3 રાશિના લોકોને બિઝનેસમાં થશે ઘણો ફાયદો, આ લોકોની આર્થિક સ્થિતિ રહેશે સારી, ભાગ્ય આપશે સાથ, વાંચો આજનું રાશિફળ

સૌથી વધારે ઉત્તર ઝોનમાં 48 જેટલા લોકોને થુંકતા ઝડપી પાડવામાં આવ્યા હતા. આજે દિવસ દરમિયાન લોકો સામે કાર્યવાહી કરી તેમની પાસેથી કુલ રૂપિયા 5,400નો દંડ વસૂલવામાં આવ્યો હતો.


Share this Article
TAGGED: