હાલમાં એક ખુબ જ મોટા સામાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં પહેલી વાર એવું બન્યું છે કે બુટલેગરના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયા હોવાનું સામે આવ્યું છે. બુટલેગર નાગદાન ગઢવી અને વિનોદ સિંધીના બેંક એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. બંને બુટલેગરના 20 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયા હોવાની માહિતી સામે આવી રહી છે.
હાલમાં ગુજરાત પોલીસ એક્શનમાં આવી ગઈ છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગુરૂગ્રામથી ગુજરાતના લીસ્ટેડ બુટેલેગર નાગદાન ગઢવીને દબોચી લીધા હતા જે બાદ તેની પાસેથી અન્ય બુટલેગર વિનોદ સિંધી સાથે મળીને ગુજરાતમાં દારૂનુ આખું નેટવર્ક ચલાવતા હોવાની માહિતી સામે આવી હતી. આ બંનેના 20 બેંક એકાઉન્ટમાંથી 45 કરોડ રૂપિયાના આર્થિક વ્યવહારો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સ્ટેટ મોનિટરીંગ સેલને નાગદાન ગઢવીના દારૂના નેટવર્કની વિગતો આપતી ઓડીયો ક્લીપ મળી આવી હતી. વિગતો મળી રહી છે કે જ્યારે આ ઓડિયો ક્લિપ સામે આવી ત્યારે એ ક્લિપના આધારે કાર્યવાહી કરતા નાણાંકીય હેરફેર માટે ચોક્ક્સ આંગડિયા પેઢીનો ઉપયોગ થતો હોવાનું પણ સામે આવ્યું છે.
જ્યારે આ કેસ અંગે નાગદાનની વધુ પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે હકીકતો છૂપાવી અને તેના ધ્યાન પર આવતાં એફએસએલ દ્વારા તેના એલ.વી.એ.ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત એવી પણ માહિતી મળી છે તે નાગદાન અને વિનોદ સિંધી પી.વિજય અને કનુ કાંતિ આંગડિયા પેઢી મારફતે પૈસાની લેવડ દેવડ કરતા હતા. આ મામલે પણ સ્ટેટ મોનિટરિંગ સેલ તપાસ હાથ ધરશે. મહત્વનું છે કે છ મહિના દરમિયાન નાગદાન ગઢવી દ્વારા 9 કરોડ અને વિનોદ સિંધીએ 35 કરોડના વ્યવહાર કર્યા હોવાનો ખુલાસો પણ થયો છે.