હત્યા મામલે હાલમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા ૬૫ વર્ષના નિલેશ જાેશી નામના પિતા કે જેમણે પોતાના ૨૧ વર્ષના દીકરાની હત્યા કરી નાખી હતી. પોતાના દીકરાને નશાની લત હોવાનું અને તે વારંવાર ઝઘડા કરતો હોવાથી કંટાળીને તેનું જીવન ટૂંકાવી નાખ્યું હોવાનું સામે આવ્યું હતું. હવે પોલીસે આધારે તપાસ કરીને પોતાના જ દીકરાની હત્યા બાદ તેના ૬ ટૂકડાને શહેરના અલગ-અલગ ભાગમાં નાખનારા હત્યારા બાપને પકડી પાડ્યો હતો. આરોપી બાપને કોર્ટે તેના દીકરાના અંતિમ સંસ્કાર માટે જામીન મંજૂરી કર્યા છે.
૬૫ વર્ષના હત્યારા પિતા નિલેશ જાેશી હાલ પોતાના દીકરાની હત્યા અને તેના શરીરના ટૂકડા કરીને પુરાવાના નાશ કરવાના ગુનામાં જેલમાં છે. બુધવારે કોર્ટે નિલેશ જાેશીને તેના ૨૧ વર્ષના દીકરાના સ્વયંના અંતિમ સંસ્કાર માટે જામીન મંજૂરી કર્યા હતા, મૃતક સ્વયંના અંતિમ સંસ્કાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવનાર છે. ૨૧ વર્ષના સ્વયંની હત્યાના ૫ દિવસ બાદ તેના હત્યારા બાપની પાછલા મહિને પોલીસે ધરપકડ કરી લીધી હતી.
આરોપી પિતાએ જણાવ્યું હતું કે તેનો દીકરો નશાખોર હતો અને તેની સાથે ઝઘડો થતા તેની હત્યા નીપજાવી દીધી હતી. આ પછી તેના શરીરના ૬ ટૂકડા કરીને શહેરના અલગ-અલગ વિસ્તારમાં તેને નાખી દેવામાં આવ્યા હતા. નિવૃત્ત ટ્રાફિક ઈન્સ્પેક્ટરની મેટ્રોપોલિટન કોર્ટને કામચલાઉ જામીન માટે માગણી કરવામાં આવી હતી, પરંતુ આરોપીએ જે ઘાતકી કૃત્ય આચરીને ધ્રૂણાસ્પદ કામ કર્યું હતું તેના કારણે કોર્ટ દ્વારા તેને ફગાવી દેવામાં આવી હતી.
આ પછી આરોપી દ્વારા પોતાના અહીં કોઈ સગા ના હોવાનું જણાવીને સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી. હત્યારા નિલેશ જાેશીના પત્ની અને દીકરી જર્મનીમાં છે. છસ્ઝ્ર દ્વારા મૃતકના શરીરના નિકાલની કામગીરી કરવામાં આવવાની હતી ત્યારે આરોપી દ્વારા જામીનની માગણી કરવામાં આવી હતી. કોર્ટે આ બાબતને સાંભળ્યા બાદ સેશન્સ કોર્ટના જજ બીએસ ચોહાણે આરોપી નિલેશ જાેશીને કામચલાઉ જામીન આપવાનો ર્નિણય લીધો છે. કોર્ટે જણાવ્યું કે જે દિવસે છસ્ઝ્ર દ્વારા મૃતકના અંતિમ સંસ્કાર કરવામાં આવે ત્યારે આરોપી પિતાને પોલીસના બંદોબસ્ત સાથે રજૂ કરવા માટે જણાવ્યું છે.