અમદાવાદમાં કાર્યરત, “એક પ્રયાસ માનવતા કી ઓર ચેરીટેબલ ફાઉન્ડેશન” નામે સામાજિક સંસ્થા ને કોઈ પરિચયની આવશ્યકતા નથી. આ સંસ્થા માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત છે. તારીખ ૧૭, નવેમ્બર ના રોજ આ સંસ્થા એ “વૃદ્ધાશ્રમમાં એક દિવસ, માનવતાની જીત” નામક કાર્યક્રમનું આયોજન અન્નપૂર્ણા વૃદ્ધાશ્રમ અમદાવાદ ખાતે કર્યું હતું.
જેમાં ફાઉન્ડેશનના સદસ્યોએ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો સાથે સમય વ્યતીત કર્યો હતો. આ અવસર પર સંસ્થા એ વૃદ્ધો વૃદ્ધો માટે ઉપયોગી વાસણ અને ઘણા મહિના નું રાશન ભેટ તરીકે આપ્યું હતું.
સૌ વૃદ્ધોએ ગીત ગાઈ અને પોતાના મનની વાતો ગ્રુપ ના સદસ્યો સાથે કરી ને પોતાના મન હળવા કર્યા હતા. સૌ સાથે મળી ખૂબ આનંદ કર્યો હતો.
ત્યારબાદ સૌ એ સાથે મળીને ભોજન લીધું હતું. આ આયોજનથી વૃદ્ધાશ્રમના વાતાવરણમાં એક નવો જ ઉત્સાહ ઉમેરાયો હતો.