અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે તેના પતિએ મોટી છેતરપિડી કરી હોવાની ઘટના સામે આવી છે. હવે આ મામલે પત્નીએ વેજલપુર પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે. આ વિશે વિગતે વાત કરીએ તો 3 વર્ષ પહેલા તેમના લગ્ન થયા હતા. આ બાદ હવે પતિ અન્ય સ્ત્રી સાથે સબંધ રાખવા લાગ્યો. આ વાતનૂ જ્યારે પત્નીને જાણ થઈ ગઈ ત્યારે પતિએ તેને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું.
દિવસે અને દિવસે પતિ મહિલાને ધમકાવવા લાગ્યો. પિયરમાંથી પૈસા લાવવા દબાણ કરવા લાગ્યો. આ સાથે તેણે મહિલાને ધમકી આપતા સ્પષ્ટ કહી ધીધુ કે જો તુ મને મોબાઈલમાં ચેટિંગ નહિ કરવા બાબતે કહીશ તો હું તને છૂટાછેડા આપી દઈશ, કાતો તને મારી નાંખીશ. હવે આ મામલે મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
ગઈકાલે વહેલી સવારે પણ પતિ કોઈ સ્ત્રી સાથે મોબાઇલમાં ચેટિંગ કરી રહ્યો હતો. પત્નીએ તેને જોઈ લેતા આડા સંબંધ રાખવાની ના કહી પણ પતિ ઉશ્કેરાઈ ગયો અને મહિલાને માર માર્યો. માત્ર આટલુ જ નહી રૂમમાં પડેલા કાતર ફેરવતા મહિલાને આંગળી પર વાગી અને ચેટિંગ કરવાની ના કહેતા છૂટાછેડાની ધમકી આપી. આ બાદ મહિલાએ તેના માતાની હકીકત જણાવી અને પોલીસની મદદ લીધી.