હાલમાં અમદાવાદથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ઠક્કરબાપાનગર વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવારને માર મારવામાં આવ્યો છે. સાથે જ એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે AAPના ઉમેદવાર સંજય મોરીને ભાજપના લોકોએ ઢોર માર માર્યો છે. તો સાથે એ પણ જાણવા મળી રહ્યું છે કે ઈજાગ્રસ્ત સંજય મોરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને ત્યાં તેમની સારવાર ચાલી રહી છે.
https://fb.watch/hbjquXm7j1/
અમદાવાદમાં બીજા તબક્કાના મતદાન પહેલા આવી બબાલ આખા ગુજરાતમાં ચર્ચાઈ રહી છે. જેમાં આમ આદમી પાર્ટીએ ભાજપના કાર્યકરો પર આક્ષેપ કર્યો છે. જો કે હજુ કોઈ વાત સાબિત થઈ નથી. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે અને ખુબ જ મતદાન ઓછું થયું છે. તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતનો પ્રચાર પડઘમ શાંત થઈ ગયો છે. જેમ જેમ મતદાનની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાતો જાય છે.
હજુ 20 નવેમ્બરની જ વાત છે કે સુરતના શહેરના સરથાણા યોગીચોક પાસે ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. બંન્ને પક્ષના કાર્યકરોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાને પગલે અનેક ગાડીઓના કાચ તૂટ્યા હતા. જે બનાવ બાદ બનાવની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ત્યાં તો આજે આ બીજો બનાવ પણ પ્રકાશમાં આવ્યો હતો.