આજે 7.30 વાગ્યે ગુજરાતના અમદાવાદમા IPL 2022ની બીજી ક્વોલિફાયર મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર બેંગલોર વચ્ચે ખેલાશે.
અત્યારે ક્રિકેટપ્રેમીઓ સ્ટેડિયમ પર ઉમટી પડ્યા છે જેમા બેંગલોરની ટીમનો ઉત્સાહ વધારવા માટે બિહારથી આઠ લોકોનું ગ્રુપ અને વિરાટ કોહલીના ફેન બન્ને ગ્રુપ આવી પહોચ્યા છે. હવે સ્ટેડિયમ તરફ વાહનોની અવરજવર પણ બંધ કરી દેવામા આવી છે.
મળતી માહિતી મુજબ દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવાનું શરૂ થઈ ગયું છે. ચારેતરફ ગુજરાત ટાઇન્સ અને રાજસ્થાન રોયલ્સ તેમજ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટી-શર્ટ વેચાઈ રહી છે. સૌથી વધુ ગુજરાત ટાઇન્સની 33 નંબરની ટીશર્ટ વેચાય હોવાનુ સામે આવ્યુ છે.