અમદાવાદમાં બહુ જલદી દોડશે AC ડબલડેકર બસ, પ્રથમ બસ આવી પહોંચી, જાણો કયા રૂટ ઉપર દોડશે બસ, શું હશે ભાડું? જાણો વિગત

Desk Editor
By Desk Editor
Share this Article

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે AMTSનું 2024-25ના વર્ષ માટે રૂ. 641 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. આગામી વર્ષના બજેટમાં AMTS, BRTS અને મેટ્રોની કનેક્ટિવિટી મળી રહે તે હેતુસર મેમનગર, અખબારનગર અને RTO ડેપો ખાતે મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે અને પ્રારંભિક તબક્કામાં 7 ડબલ ડેકર A.C. ઈલેક્ટ્રિક બસ શરૂ કરવામાં આવશે.

ડીઝલની તમામ બસ બંધ કરીને CNGમાં કન્વર્ટ કરવામાં આવશે. AMTSનું દેવું રૂ. 4,223 કરોડ સુધી પહોંચ્યું છે. ગત વર્ષે રૂ. 3,870 કરોડનું દેવું હતું આમ ચાલુ વર્ષે રૂ. 353 કરોડ દેવામાં વધારો થયો છે. શહેરમાં 1052 જેટલી બસોમાંથી 1020 બસો ઓન રોડ દોડાવાશે. જે પૈકી ખાનગી ઓપરેટરની 895 બસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની 125 બસને ખાનગી ઓપરેટરો દ્વારા ચલાવવામાં આવે છે.

દરરોજ મુસાફરોની સંખ્યા 6 લાખ થવાની શક્યતા

AMTS બસમાં હાલમાં 4.30 લાખ જેટલા મુસાફરો પ્રવાસ કરે છે અને પ્રવાસીઓની સંખ્યા વધીને 6 લાખ થવાની શક્યતા છે. AMTS બસના મુસાફરોને બસની જાણકારી માટે દરેક બસ ટર્મિનસ ઉપર PIS એચલે કે Public Information System મૂકવામાં આવશે. પ્રવાસીઓને બસના રૂટોની માહિતી માટે દરેક ડેકોરેટિવ બસ સ્ટેન્ડ પર હવે QR કોડ મૂકવામાં આવશે. બહારગામથી એસટી બસમાં મુસાફરી કરી અમદાવાદ આવતા અને બહાર જવા માટે મુસાફરોની સગવડ માટે ફિઝિબિલિટી સ્ટડી પ્લોટ મેળવવામાં આવશે અને ત્યાં બસ પોર્ટ ઊભા કરવામાં આવશે.

AMTSનું રૂ. 641 કરોડનું બજેટ

ટ્રાન્સપોર્ટ મેનેજર આર્જવ શાહે AMTSનું 2024-25 વર્ષનું રૂ. 641 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. ચાલુ વર્ષે 100 જેટલી નવી એસી બસો શહેરના માર્ગો પર દોડાવવામાં આવશે. હાલ 139 જેટલા રૂટ પર બસ દોડે છે અને નવા 11 રૂટ શરૂ કરાશે અને 150 રૂટ પર બસ દોડાવવામાં આવશે. AMTSના વર્ષ 2023-24ના બજેટમાં પગાર, પેન્શન અને એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચ પાછળ રૂ. 335 કરોડ, જ્યારે AMC પાસેથી રૂ. 410 કરોડની લોન લેવામાં આવશે.

ડબલ ડેકર બસ શહેરમાં દોડાશે

અમદાવાદમાં લગભગ 38 વર્ષ પછી ડબલ ડેકર બસ દોડાવાશે. પ્રારંભમાં 7 ડબલ ડેકર AC ઈલેક્ટ્રિક બસનો ઓર્ડર અપાયો છે અને તે પૈકી એક બસ મંગળવારે મોડી રાત્રે શહેરમાં આવી જવાની શક્યતા છે અને આ બસને આવતીકાલે બુધવારે ટ્રાયલ રન તરીકે SP રિંગરોડ પર બીજા ફેઝમાં 42 કિલોમીટરમાં AMTS બસ દોડાવાય તેવી શક્યતા છે.

આજે ગાંધીનગરમાં મળશે કેબિનેટ બેઠક, CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે બેઠક, બજેટ સત્રને લઈ કેબિનેટમાં થશે ચર્ચા

હિમ વર્ષા તો ક્યાંક કોલ્ડ વેવ… અંબાલાલ પટેલની ખતરનાક આગાહી, હવામાનમાં ધરમૂળ ફેરફાર, જાણો ક્યારે શું થશે?

આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી સંસદનું બજેટ સત્ર શરૂ, સસ્પેન્ડેડ સાંસદો પણ આપશે હાજરી, જાણો શું હશે એજન્ડા?

AMC કમિશનર એમ. થેન્નારસન દ્વારા આજે બુધવારે 2024-25ના વર્ષ માટેનું ડ્રાફટ બજેટ રજૂ કરાશે. આગામી વર્ષના બજેટનું કદ રૂ. 10,500 જેટલું રખાય તેવી શક્યતા છે. ગત વર્ષે AMCના રૂ. 9,482 કરોડના મંજૂર કરાયેલા બજેટમાં લગભગ રૂ. 1,000 કરોડનો વધારો કરાય તેવી શક્યતા છે. AMCની આવક વધારવાની નેમ સાથે આગામી બજેટમાં યુઝર ચાર્જિસ અને કરવેરાના દરમાં વધારો કરાય તેવી શક્યતા છે. AMC કમિશનરે ગત વર્ષે બજેટમાં મંજૂર કર્યા મુજબ પ્રોપર્ટી ટેક્સના દરમાં દર વર્ષે ઓટોમેટિકલી 2 ટકાનો વધારો થશે. જેથી દેખીતી રીતે ટેક્સ દર વધારો લાગશે નહીં.


Share this Article