આજથી પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી, અમલી રહેણાંકમાં 75%, કોમર્શિયલમાં 60% રાહત, અહીં ટેક્સ પરના વ્યાજમાં 100% રિબેટ

Desk Editor
By Desk Editor
Share this Article

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશન દ્વારા આવતીકાલ તા. 15 ફેબ્રુઆરીથી તા. 31 માર્ચ, 2024 સુધી જૂની અને નવી ફોર્મ્યુલા હેઠળના પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી સ્કીમ અમલી બનાવવામાં આવશે. AMC દ્વારા રેસિડેન્શિયલ મિલકતોના બાકી પ્રોપર્ટી ટેક્સમાં 75 ટકા અને કોમર્શિયલ મિલકતોના બાકી ટેક્સના કિસ્સામાં 60 ટકા જ્યારે ચાલી, ઝૂંપડાની મિલકતોના બાકી ટેક્સમાં 100 ટકા ઈન્સેન્ટિવ/રીબેટ આપવામાં આવશે.

જોકે, 2023-24ના એટલેકે ચાલુ વર્ષના બાકી ટેક્સ માટે રીબેટ સ્કીમ લાગુ પડશે નહીં. આ હેતુસર સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. આ પ્રકારે વ્યાજ વ્યાજ માફી સ્કીમનો લાભ લઈને શહેરીજનો દંડ અને સીલની કાર્યવાહીથી બચી શકશે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ચાલુ નાણાંકીય આડે હવે લગભગ દોઢ મહિનો બાકી રહ્યો છે ત્યારે શહેરીજનોને જૂની અને નવી ટેક્સ ફોર્મ્યુલા હેઠળના મિલકતવેરાની બાકી રકમ પરનાવ્યાજમાં રાહત- માફી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

AMC ટેક્સ વિભાગ દ્વારા ફક્ત ચાલુ વર્ષનો ટેક્સ બાકી હોય તેવા બાકીદારોની મિલકતોને પણ ‘સીલ’ કરી દેવામાં આવતી હોવાની ગંભીર ફરિયાદો ઉઠવા પામી છે. આ પ્રકારે ચાલુ વર્ષનો ટેક્સ બાકી હોય તેવા કિસ્સામાં પણ વ્યાજ વસૂલ કરવામાં આવતું હોવાના મુદ્દે સર્જાયેલા વિવાદમાં સ્પષ્ટતા કરવા AMC તંત્રને સૂચના આપવામાં આવી છે.

મ્યુનિ. દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જૂની અને નવી ટેક્સ ફોર્મ્યુલા હેઠળ કરોડોના મિલકતવેરાના બાકી લેણાંની વસૂલાત સરળ થઈ શકે તે હેતુસર નાગરિકોને ચાલી- ઝૂંપડપટ્ટીના બાકી ટેક્સ પરના વ્યાજમાં 100 ટકા, રહેણાંકમાં બાકી ટેક્સ પરના વ્યાજમાં 75 ટકા અને કોમર્શિયલ મિલકતો પરના વ્યાજમાં 60 ટકા રીબેટ- રાહત આપવામાં આવશે.

આજે આ રાશિના લોકોને માટે આર્થિક લાભની મોટી સંભાવના! મિલકતમાં થશે વધારો, વધુ પગારવાળી નોકરી મળવાની તક, વાંચો આજનું રાશિફળ

ખાલી પેટ ઘી ખાવાના અદ્ભુત ફાયદાઓ, તમારો ચહેરો ચમકશે અને તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે, જાણો વધુ

હમણાંથી દિવસે ગરમી અને રાત્રે ઠંડીનું વાતાવરણ જોવા મળે, ત્યારે આ 6 સુપરફૂડ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે

આ પ્રકારે મિલકતવેરાના બાકી લેણાં પર વ્યાજ વિના ફક્ત મુદ્દલ રકમ ચૂકવીને દંડ અને સીલિંગ અને કાનૂની કાર્યવાહીમાંથી બચી શકાશે. આ રીબેટ સ્કીમનો લાભ લઈને ટેક્સના બાકી નાણાં ચૂકવીને દેવા પરિણામે AMCને આવક થશે.


Share this Article