અમદાવાદમાં ટ્રાફિક જાગૃતિ માટે ભવ્ય રેલીનું આયોજન, ટ્રાફિક DCP સફીન હસને માર્ગ સલામતીની પ્રતિજ્ઞા લેવડાવી

Desk Editor
By Desk Editor
Share this Article

Ahmedabad News: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય અંતર્ગત કાર્યરત ‘માય ભારત’ અને નહેરૂ યુવા કેન્દ્ર, અમદાવાદ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી જાગૃતતા સપ્તાહના સમાપન સમારોહ નિમિત્તે અમદાવાદ પૂર્વ વિસ્તારના નરોડામાં આવેલી પ્રસિદ્ધ નવયુગ વિદ્યાલયમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વિભાગના વિશેષ સહયોગથી માર્ગ સલામતી જાગૃતતા અંગે યુવાનોના પ્રશિક્ષણ અને માર્ગ સલામતી જન-જાગૃતતા અન્વયે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પધારેલા જાણીતા યુથ આઇકોન અને મોટીવેશનલ સ્પીકર તથા DCP ટ્રાફિક, પૂર્વ અમદાવાદ, શ્રી સાફીન હસન દ્વારા રેલીમાં ભાગ લઈ રહેલા યુવાનોને માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમો તેમજ સાઇબર જાગૃતિ અંગે માહિતગાર કરી, ટ્રાફીક નિયમોનું ગંભીરતાથી પાલન કરવા અને જવાબદાર નાગરિક તરીકેની ફરજ નિભાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, નહેરૂ યુવા કેન્દ્ર અને માય ભારત દ્વારા ચલાવવામાં આવતા જનજાગૃતિ અને યુવા વિકાસ કાર્યક્રમો અંગે કાર્યક્રમમાં હાજર યુવાનોને માહિતગાર કરી ભારત સરકારની વિભિન્ન યોજનાઓમાં સ્વયંસેવક તરીકે જોડાવા અને માય ભારત પોર્ટલ પર રજિસ્ટર કરવાં અંગે પ્રેરણા આપી હતી. ત્યારબાદ, પ્રતિભાગી યુવાનોને માર્ગ સલામતીની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. નહેરુ યુવા કેન્દ્ર, અમદાવાદ દ્વારા આ યુવાનોને ટીશર્ટ, કેપ, માય ભારત બેઝનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જ્ઞાનવાપીનું સમગ્ર સત્ય શું છે? હિન્દુ પક્ષ ફરી સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યું છે, નવા સર્વેની કરશે માંગ!

1860માં રજૂ કરવામાં આવ્યું હતું ભારતનું પ્રથમ બજેટ, જાણો બજેટ વિશે 10 રસપ્રદ વાતો

લગ્નની સિઝનમાં ખરીદીની સારી તક… સોનું અને ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો આજના નવીનતમ ભાવ

ઉપરોકત કાર્યક્રમમાં અમદાવાદના જિલ્લાના યુવા અધિકારી પ્રિતેશકુમાર ઝવેરી, દિલીપકુમાર નિનામા, PI ટ્રાફીક, એ. જે. પાંડવ, નરોડા વિસ્તારના PI શેખ, નવયુગ વિદ્યાલયના આચાર્ય, ટ્રસ્ટીઓ તથા શાળાના સ્ટાફગણ હાજર રહ્યા હતા.

 


Share this Article
TAGGED: