Ahmedabad News: ફેમિલી પ્લાનિંગ અશોશિયેશન ઓફ ઇન્ડિયા અમદાવાદ બ્રાંચ દ્વારા તારીખ 14 અને 15 જાન્યુઆરી 2024ના રોજ પક્ષી બચાવ મહા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં FPAI દ્વારા કડિયાનાકા રોડ, દરિયાપુર વિસ્તારમાં કેમ્પ લાગવામાં આવ્યો હતો.
જેમાં 17 જેટલા સ્વયંસેવકો દ્વારા આ અભિયાનમાં સેવા આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જનરલ મેનેજર FPAI ઇન્ડિયા ડૉ. સુરેશ મરાઠા સાહેબ અને પ્રોગ્રામ ઓફિસર FPAI ડૉ. નેહા બેન પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું.
છેલ્લા 3 દિવસોમાં 31 પક્ષીઓના રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 5ના મૃત્યુ થયા હતા. આ રેસ્ક્યૂ કરાયેલા પક્ષીઓમાંથી 3ને સાજા થયા બાદ આકાશમાં ઉડાડી દેવામાં આવ્યા હતા.
સાથે જ સ્વયંસેવકોને મોટીવેશન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં FPAI અને એચ. કે. આર્ટસ કોલેજના nss ના સ્વયંસેવકો દ્વારા પણ ડૉ. મોહન પરમાર સાહેબ માર્ગદર્શન હેઠળ સેવા આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું મેનેજમેન્ટ શાલીન પાટડિયા અને ઋત્વિક પવાર દ્વારા કરવામાં આવ્યું હતું.