ગુજરાતમાં હાલમાં દારુ, બુટલેગર, પોલીસ અને લઠ્ઠાકાંડની જ વાતો કરવામાં આવી રહી છે. ત્યારે હવે પોલીસ પણ એક્શનમાં આવી છે અને બુટલેગર પર મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે સમાચાર સામે આવી રહ્યા છે કે હાલ ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આવો જ એક બૂટલેગર ગોરખ ઉર્ફે પિન્ટુ ગઢરીને હાલ મુંબઈ એરપોર્ટ પરથી દબોચી લીધો છે. જેના છ મહિનાનાં દારૂના ધંધાનું ટ્રાન્જેક્શન 200 કરોડ રૂપિયા હતુ અને તે પોતે મહિને 12થી 15 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો ખાઈને મોજ કરતો હતો. પિન્ટુ ગઢરી પર વર્ષ 2019થી 2022 દરમિયાન કુલ 33 ગુનાઓ નોંધાયેલા છે . બૂટલેગર ગોરખ ઉર્ફે પિન્ટુ ગઢરી ગત 27 જૂલાઈના રોજ ગોવામાં જલસા કરીને મુંબઇ એરપોર્ટ પર ઉતર્યો હતો.
પોલીસને જેવી જ ભણક લાગી કે તે મુંબઈ એરપોર્ટ પર ઉતર્યો કે તરત જ ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તેને પકડી પાડ્યો. આ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગોરખ ઉર્ફ પિન્ટુ ગઢરીને મુંબઇ એરપોર્ટ પરથી 27 જૂલાઇના રોજ દબોચી લીધો હતો. પિન્ટુ વિરૂદ્ધ રાજ્યના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં દારૂના 33 ગુના નોંધાયા હતા. અને તે છેલ્લે ગુજરાત પોલીસના હાથે 2019માં પકડાયા પછીથી સતત નાસતો ફરતો હતો.
હવે આ બધા વતચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, પિન્ટુ ગોવાથી મુંબઇ ફ્લાઇટમાં પરત આવી રહ્યો છે. જેથી SMCની એક ટીમ તાત્કાલીક મુંબઇ એરપોર્ટ પર પહોંચી ગઇ અને પિન્ટુને ઝડપી પાડ્યો. પોલીસે પિન્ટુની પૂછપરછ કરતાં એટલા રૂપિયાના ટ્રાન્જેક્શન મળ્યાં કે પોલીસની આંખો પણ ફાટી ગઈ હતી. પોલીસને જાણવા મળ્યું કે, પિન્ટુએ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા છ મહિનામાં 200 કરોડ રૂપિયાથી વધુનો દારૂ સપ્લાય કર્યો છે.