ગુજરાતમાં પરીક્ષા મુદ્દો ખુબ મોટો ગણવામાં આવી રહ્યો છે. કારણ કે જ્યારે પણ પરીક્ષા હોય ત્યારે કંઈક ને કંઈક લોચા જોવા મળે જ. ત્યારે હવે ફરી એકવાર એક ઘટના સામે આવી છે અને જેમાં પરીક્ષાના પેપર લીક તો નથી થયા પણ પેપર વહેલા લેવામાં આવ્યું હતું. મળતી વિગતો પ્રમાણે હાલમાં રાજ્યમાં અમદાવાદમાં ચાંદખેડાની દૂન બ્લોસમ સ્કૂલમાં કંઈક આવી ઘટના બની છે, જેના કારણે શાળા ચર્ચામાં છે. પ્રિલિમ પરીક્ષાનું પેપર વહેલું લેવાના કારણે ગુજરાત માધ્યમિક બોર્ડે શાળાને 1.5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
બોર્ડના નિયમ મુજબ દરેક સ્કુલે એક જ દિવસે પરીક્ષા લેવાની હોય છે, પરંતુ દૂન બ્લોસમ શાળાએ 3 વિષયના પેપર જે સમય નક્કી કર્યો હતો એના કરતા વહેલા લઈ લીધા. હવે આ ગુનાના કારણે પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું હતું. પેપર વાયરલ થતાં બોર્ડની મુશ્કેલીઓ વધી હતી. 2021માં આંતરિક કસોટીનું પેપર બોર્ડે સ્કુલમાં મોકલ્યુ હતું. હવે ઘટનાના ભાગ રૂપે ગુજરાત માધ્યમિક બોર્ડે 1.5 લાખનો દંડ ફટકાર્યો છે. ત્યારે હવે બીજા લોકોને પણ આ ઘટનામાંથી શીખવું જોઈએ અને દેશના ભવિષ્ય સાથે ચેડા ન કરવા જોઈએ.