કોલકતા ડોક્ટરના રેપ અને મર્ડર કેસ બાદ આખા દેશમાં ડોક્ટરોમાં નારાજગી જોવા મળી રહી હતી. ત્યારે હવે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો એક નવા જ મુદ્દે હડતાળ પર ઉતર્યા છે અને દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ફરી હવે સ્ટાઈપેન્ડના મુ્દે ડોક્ટર્સ હડતાળ પર જતા ફરી એકવાર દર્દીઓને ભોગવવાનું આવશે તે નક્કી છે. અમદાવાદની મેડિકલ કોલેજોમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોક્ટર્સને આપવામાં આવતા સ્ટાઈપેન્ડમાં વધારો કરવાની સરકારની જાહેરાત છતાં ડોક્ટર્સમાં નારાજગી વ્યાપી છે. જેને લઈને બી. જે. મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સએ કામકાજથી અળગા રહી આંદોલન પર ઉતર્યા છે.
મુદ્દો એવો છે કે 20 ટકા સ્ટાઈપેન્ડ વધારા સામે રેસિડેન્ટ ડોક્ટર્સ વિરોધ કરી 40 ટકા વધારાની માંગ કરી રહ્યાં છે.ઉલ્લેખનીય છે કે મેડિકલ કોલેજમાં પી.જી. મેડિકલમાં અભ્યાસ કરતા જુનિયર ડોક્ટર્સને નિયમ મુજબ દર મહિને સ્ટાઈપેન્ડ આપવામાં આવતું હોય છે. નિયમ અનુસાર દર ત્રણ વર્ષે સ્ટાઈપેન્ડમાં વધારો કરવામં આવતો હોય છે. છેલ્લે એપ્રિલ 2021માં સ્ટાઈપેન્ડમાં વધારો કરવામાં આવ્યો હતો. જે મુજબ ગત 31 માર્ચ 2024ના રોજ સ્ટાઈપેન્ડમાં વધારો કરવાની માંગ ઉઠી હતી. જેને લઈને રેસિડેન્ટ ડોક્ટર્સની જુલાઈ માસમાં આરોગ્ય મંત્રી સાથે બેઠક પણ થઈ હતી. જુનિયર ડોક્ટર્સના કહેવા અનુસાર આ બેઠકમાં સ્ટાઈપેન્ડમાં 40 ટકા વધારો આપવાનું નક્કી થયું હતુ.
જો કે એવું કંઈ થયું નહીં એટલે ડોક્ટર્સ દ્વારા વારંવાર રજુઆતો કરવામાં આવી હતી. છતા કોઈ વધારો કરવામાં આવ્યો નહિ. હાલમાં સરકારે સ્ટાઈપેન્ડમાં વધારો કરવાની જાહેરાત તો કરી પણ માત્ર 20 ટકા વધારો આપવામાં આવતા ડોક્ટર્સ રોષે ભરાયા હતા. તેમજ સ્ટાઈપેન્ડ વધારાની મુદ્દત પણ 3 વર્ષની જગ્યાએ 5 વર્ષ કરી દેવાતા જુનિયર ડોક્ટર્સને તે મંજુર નથી. સરકારે તેમની સાથે છેતરપિંડી કરી એવું ડોક્ટર્સને લાગી રહ્યું છે.
VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં
કયા ખાતામાં રાખેલા પૈસા સૌથી વધુ જોખમમાં છે? RBIએ જણાવ્યું અને બેંકોને પણ આપી ચેતવણી આપી
નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમનો અંત લાવ્યો; કરી દીધી નવી જાહેરાત
આ મુદ્દાને લઈ મેડિકલ કોલેજના 1200 જેટલા જુનિયર ડોક્ટર્સ હડતાળનું એલાન આપ્યું છે. ડોક્ટર્સ ઓપીડી સેવા અને ઓપરેશન બંધ રાખી વિરોધ પ્રદર્શન કરશે. જેને લઈને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને તેમજ ઓપરેશનની રાહ જોઈને બેઠેલા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.