Ram Mandir: CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના શીલજ ગામ ખાતે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની કરી ઉજવણી

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News: તા.22 જાન્યુઆરી 2024ના રોજ અભિજીત મુર્હુતમાં અયોધ્યા ધામ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતવર્ષના સાધુ-સંતો તથા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓનલાઇન માધ્યમથી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અમદાવાદના શીલજ ગામે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને પ્રથમ આરતીના ઓનલાઇન દર્શન કરી ધન્યતા અનુભવી.

આજે યોધ્યામાં 500 વર્ષની રાહનો અંત આવ્યો. રામલલા અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન છે. શંખના ફૂંકાતા અને મંત્રોના જાપ વચ્ચે રામલલા તેમના ભવ્ય ગર્ભગૃહમાં બેઠા. પીએમ મોદીએ શુભ મુહૂર્તમાં રામ લલ્લાનો અભિષેક કર્યો. આ પછી અયોધ્યા જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું. આ પછી રામ મંદિર પરિસરમાં હેલિકોપ્ટરમાંથી ફૂલોની વર્ષા કરવામાં આવી હતી.

આ અવસરે મુખ્યમંત્રીએ તમામ ગુજરાતીઓ વતી ભવ્ય રામમંદિરની ભેટ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજના ઐતહાસિક અવસરે સહુ ભારતીયોની આતુરતાનો અંત આવ્યો છે. વડાપ્રધાનના કરકમલો દ્વારા ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ છે. વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસ અને વિરાસતના કાર્યો અવિરત ચાલતા રહે તેવી પ્રભુ શ્રી રામના ચરણે પ્રાર્થના છે. એમ જણાવી તેમણે તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.

અયોધ્યામાં ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહ પછી પીએમ મોદીનું સંબોધન, કહ્યું “અમારા રામલલા તંબુમાં નહીં પરંતુ દિવ્ય મંદિરમાં રહેશે”

Live Ayodhya Ram Mandir: રામલલાના થયા દિવ્ય દર્શન, પીએમ મોદીએ કહ્યું- ‘રામ આવી ગયા’, આ રામથી રાષ્ટ્રની, રામ સમર્પણથી રાષ્ટ્ર સમર્પણ ચેતના છે…

રામ મંદિર: સંકલ્પ પૂર્ણ… પીએમ મોદીએ રામલાલાની સામે 11 દિવસના ઉપવાસ તોડ્યા

આજના પાવન પ્રસંગે શીલજ ગામના ચોકમાં આયોજિત સમારોહમાં ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


Share this Article