જો યાદ કરીએ તો ઓગસ્ટ-2021માં ગુજરાતમાં વિજય રૂપાણીના રાજીનામા બાદ ભારતીય જનતા પાર્ટીમાં અને આખા ગુજરાતમાં જોરદાર હોબાળો મચી ગયો હતો. રાજ્યમાં નવા મુખ્યમંત્રી કોણ બનશે એને લેઈને સૌ કોઈ રાહ જોઈ રહ્યું હતું અને ભાજપ પણ તડામાર તૈયારીઓ કરી રહી હતી. કમલમમાં બેઠકોનો દૌર ચાલી રહ્યો હતો અને કયું નામ સામે આવે છે તેની રાહ જોવામાં આવી રહી હતી. ત્યારે અચાનક જ કેન્દ્રથી બે નેતા નરેન્દ્ર સિંહ તોમર અને તરુણ ચુગ નિરીક્ષક તરીકે ગુજરાતમાં આવ્યા હતા અને જાહેરાત કરવામાં આવી કે આજથી ભુપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીતે કાર્યભાર સંભાળશે, અને સાથે જ આખું મંત્રીમંડળ પણ નવું જ બનાવવામાં આવ્યું. ત્યારે આ વખતે 20 મંત્રીઓને ટિકિટ આપવામાં આવી હતી અને એમાંથી 19 મંત્રીઓએ જીત હાંસલ કરી છે અને એક મંત્રી હારી ગયા છે.
અહીં જાણો કોણ કઈ બેઠક પરથી કેટલા મતોથી અને કેટલા માર્જિનથી જીત્યું અથવા હાર્યું
આ વખતે ભૂપેન્દ્ર પટેલ એ વખતે સૌથી વધારે 1,17,750 મતથી જીત્યા હતા, જ્યારે કોંગ્રેસમાંથી જિતુભાઈ ચૌધરી માંડ 170 મતથી જીત્યા હતા. એટલે સૌથી વધારે માર્જિનથી જીતેલા મુખ્યમંત્રી હતા તો સૌથી ઓછા માર્જિનથી જીતેલા આ જ સરકારમાં મંત્રી હતા એ વાત પણ ધ્યાને આવે છે. ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્ર પટેલ સહિત સરકારમાં 25 મંત્રી હતા અને તેમાંથી પાંચ મંત્રીની ટિકિટ કાપી નાખવામાં આવી, જેમાં રાજેન્દ્ર ત્રિવેદી, અરવિંદ રૈયાણી, પ્રદીપ પરમાર, બ્રિજેશ મેરજા અને સુરતની મહુવા સીટના ધારાસભ્ય અને મંત્રી રાઘવ મકવાણાની ટિકિટ કાપી નાખવામાં આવી હતી.