કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટનું નામ અમદાવાદમાં હવે કોઈને કહેવાની જરૂર હતી. કારણ કે એમની સેવા જ બોલે છે અને એ જ એમની સાચી ઓળખ છે. આજે શનિવારના રોજ સવારે 7 થી 9 માં કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ અને સાથી હાથ બઢાના ફાઉન્ડેશન દ્વારા પશુ-પક્ષીઓ માટે ઉનાળામાં ખુબજ ઉપયોગી એવા પાણી પીવાના કુંડા” તથા ORS અને સાથે “પક્ષીઓના માળા”નું તેરાપંથ ભવન શાહીબાગમાં નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પહેલાં પણ કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટે કુંડાનું વિતરણ કર્યું હતું અને અવાર-નવાર તેઓ આવા કેમ્પ કરે છે. ઉનાળાની શરૂવાત થતા ની સાથે જ કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત ચોથીવાર પશુ-પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા” તથા ORS અને સાથે “પક્ષીઓના માળા” નું ગંગોત્રી સર્કલ, નિકોલમાં ૧૫/૦૩/૨૨, મંગળવારના રોજ સવારે ૮ થી ૧૦ માં નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે સ્વયંસેવકનો ઉત્સાહ વધારવા માટે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી અને પ્રદેશ અધ્યક્ષશ્રી ગુજરાત, શ્રી રાષ્ટ્રીય કરણી સેના, શ્રી રાજ શેખાવત એ ગંગોત્રી સર્કલ, નિકોલ કૅમ્પની મુલાકાત લીધી હતી. રાજ શેખાવતજી કરૂણા ચેરીટેબલ ટ્રસ્ટના સેવાકીય કાર્યમાં હરહંમેશ સંસ્થા જોડે રહીને સંસ્થાના કાર્યને પ્રોત્સાહન આપે છે.