બરવાળા લઠ્ઠાકાંડનો મુદ્દો હવે અમદાવાદમા ગુંજી ઉઠયો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા આજે આ મામલે અમદાવાદમાં ધરણાં પ્રદર્શન કરવામા આવ્યુ છે. અમદાવાદ કલેકટર કચેરી ખાતે આ નેતાઓ વિરોધ પ્રદર્શન કરવા મોતી સંખ્યામાં પહોંચ્યા હતા. કોંગ્રેસે આ લઠ્ઠાકાંડને હત્યાકાંડ નામ આપ્યુ છે અને કહ્યુ છે કે ગૃહ રાજ્યમંત્રીએ રાજીનામું આપવુ જોઈએ.
કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. રઘુ શર્માએ સરકાર પર પ્રહાર કરતા કહ્યુ કે ગુજરાતમાં એક પોર્ટ છે ત્યાં ડ્રગ્સ આવે છે અને લોકોને આપવામાં આવે છે. ગુજરાતની જનતાએ છેલ્લા 27 વર્ષથી તમને સત્તામાં મોકલ્યા છે તો શું આ દિવસો જોવા માટે જ. ગુજરાતમાં ડ્રગ્સનો લાખો-કરોડોનો કારોબાર છે અને સરકાર ચૂપચાપ ખેલ જોઈ રહી છે.
આ સિવાય જગદીશ ઠાકોરે પણ આક્ષેપ કર્યો છે કે મહુડાનો તો દાહોદનો કે ભિલોડાનો મહુડો તેવી રીતે બ્રાન્ડ બનાવી છે. ગુજરાતમાં જેમ ઉનાળામાં શરબત અને ગોળની રસના લારીઓ ચાલે તે તો માત્ર સિઝનમાં ચાલે છે પરંતુ ગુજરાતમાં દારૂનો શરબત 24 કલાક ચાલે છે.