અમદાવાદમાં દિવ્યાંગોને સમર્પિત સંસ્થા એટલે કે દર્શુ કેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ. અવાર નવાર દિવ્યાંગો માટે કામ કરતી રહેલી આ સંસ્થાએ ફરીવાર એક મહત્વનું કામ કર્યું છે.
શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ભાતાઘર કમિટી અને દર્શુ કેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 10 ટ્રાઇ સાઇકલ, 4 વ્હીલ ચેર અને 1 પાટલાનું જરૂરિયાતમંદ દિવ્યાગોને દાન આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમના આયોજન અંગે વાત કરીએ તો 7-1-2023ના રોજ બપોરે 1 વાગે ઉન્નતિ હોલ , પાલડી ખાતે કરવામાં આવ્યું. જેમાં ડૉ. ભુપેશભાઈ, પ્રિન્સ, દર્શિતા બાબુભાઇ શાહ, મિત્તલ પ્રજાપતિ, હેતા અને ભામિનીબેન હાજર રહ્યાં હતાં.
દર્શુ કેરે ડો. ભૂપેશભાઈ શાહનો ખાસ આભાર માન્યો હતો. કાર્યક્રમમાં ચા અને સેન્ડવિચ પણ આપવામાં આવી હતી.
આ સિવાયની સેવાની વાત કરીએ તો દર્શુ કેર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અવારનવાર સેવાના કામો કરતું આવ્યું છે.