Ahmedabad News: દર્શુ કેર પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ અને હેલ્પીંગ હેન્ડ, લાયન ક્લબ દિગ્વિજયનગર દ્વારા ૧૨મો બ્લડ ડોનેશન કેમ્પ અને દિવ્યાંગોએ બનાવેલ વસ્તુઓનું પ્રદર્શન કમ વેચાણનો કાર્યક્ર્મ રાખવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ આમ તો પાલડી વિસ્તારમાં યોજાયો હતો પણ આખા અમદાવાદમાં લોકોએ હોંશે હોંશે ભાગ લીધો હતો.
જેમાં 39 યુનિટ બ્લડ ભેગું થયું. તથા દિવ્યાંગોએ બનાવેલી પ્રોડકટ બોટલ કવર અને પેપર બેગનું પણ સારું વેચાણ થયું.
જેમાં દર્શિતા બાબુભાઇ શાહ, રાખી શાહ, પ્રીન્સ, ક્ષિતિશભાઇ મદનમોહન શાહ, શુંભાગભાઇ મદનમોહન શાહ, હેલપિંગ હેન્ડના સભ્યો, અલ્પેશ કરેણા વગેરે હાજર રહીને સરસ રીતે કામને પાર પાડ્યું હતું.