ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીની ભેટ સોગાદો ખરીદવાનો સોનેરી અવસર, 840 જેટલી વસ્તુઓનું અનેરુ આકર્ષણ, જાણો વિગત

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ કાર્યક્રમો અને પ્રવાસ દરમિયાન ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમાં કરાવેલ ચીજવસ્તુઓ પ્રદર્શન અને વેચાણ અર્થે અમદાવાદ જિલ્લાને ફાળવવામાં આવી છે. આ સંદર્ભે અમદાવાદ ખાતે તા. 18/01/2024 થી તા. 20/01/2024ના ત્રણ દિવસ દરમિયાન પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમ યોજાશે.  આ પ્રદર્શન કમ હરાજી કાર્યક્રમમાં અંદાજીત ₹25 લાખની કિંમતની 850 જેટલી વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળ દરમિયાન તેમને વિવિધ કાર્યક્રમો કે પ્રવાસ દરમિયાન મળતી ભેટ સોગાદોને તોશાખાનામાં જમા કરાવીને તેના પ્રદર્શન અને વેચાણમાંથી થતી આવકનો વિવિધ લોકહિત અને જનકલ્યાણના કાર્યોમાં ઉપયોગ કરવાની ઉમદા પહેલ અમલમાં મૂકી હતી. તેમની આ પહેલને હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સુપેરે આગળ ધપાવી છે.

ગુજરાત: હવામાન વિભાગની હાડ થીજવતી આગાહી… ગાંધીનગરમાં સૌથી ઓછું 11 ડિગ્રી તાપમાન, રાજ્યમાં ઠંડીનો કહેર રહેશે યથાવત?

અરુણ ગોવિલ, દીપિકા ચિખલિયા અને સુનિલ લહેરીને એકસાથે જોઈને લોકોને યાદ આવ્યા દારા સિંહ, કહ્યું- ‘હનુમાનજી હોત તો…’

Gold-Silver Rate: સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો, આંતરરાષ્ટ્રીય બજારમાં પણ નરમાઈ, જાણો ગુજરાતમાં કેટલો ભાવ છે?

મુખ્યમંત્રીને ભેટ સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમાં કરાવેલ ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ અમદાવાદ ખાતે વસુલાત ભવન, સીટી ડે.કલેકટર(પશ્ચિમ)ની કચેરી, ગોતા, એસ.જી. હાઈવે ખાતે તા.18/01/2024 થી તા. 20/01/2024 દરમિયાન કચેરી સમય દરમિયાન રાખવામાં આવ્યું છે.


Share this Article