ઈશુદાન ગઢવી અને અરવિંદ કેજરીવાલે ગઈ કાલે રાત્રે આરોપ નાખ્યો કે કેજરીવાલ જીના અમદાવાદ પહોંચતા જ આમ આદમી પાર્ટીની અમદાવાદ ઓફિસ પર ગુજરાત પોલીસના દરોડા. બે કલાક તપાસ કરીને ચાલ્યા ગયા છે. કાંઇ મળ્યુ નથી. કહ્યુ છે, ફરી આવશે.
केजरीवाल जी के अहमदाबाद पहुँचते ही आम आदमी पार्टी के अहमदाबाद ऑफ़िस पर गुजरात पुलिस की रेड। दो घंटे तलाशी लेकर चले गए। कुछ नहीं मिला। बोले फिर आयेंगे।
— Isudan Gadhvi (@isudan_gadhvi) September 11, 2022
ત્યારે આજે સવારે અમદાવાદ પોલીસે આ અંગેની સ્પષ્ટતા કરતા ગુજરાતી અને હિન્દીમાં ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, ‘ગઈકાલે આમ આદમી પાર્ટીની ઓફિસે પોલીસે રેડ કરી છે તેવા સમાચાર સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે. આવા પ્રકારની કોઈ પણ રેડ શહેર પોલીસે દ્વારા કરવામાં આવી નથી.’
ગઈકાલે આમ આદમી પાર્ટીની ઓફિસે પોલીસે રેડ કરી છે તેવા સમાચાર સોસીયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે.
આવા પ્રકારની કોઈ પણ રેડ શહેર પોલીસે દ્વારા કરવામાં આવી નથી.
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) September 12, 2022
હવે આટલી વાત થયા પછી પણ અમદાવાદ પોલીસને જવાબ આપતા ગોપાલ ઈટાલિયા ટ્વીટ કરે છે કે ગઈકાલે આમ આદમી પાર્ટીની ડેટા ઓફિસ ઉપર પોલીસે રેઈડ કરી હતી અને આખી ઓફિસમાં તમામ કબાટ, ડ્રોઅર, કોમ્પ્યુટર, ડાયરી વગેરે ચેક કર્યા હતા. ડેટા ઓફિસ ચેક કરનાર પોલીસનું નામ પૂછતાં તેઓએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાંથી હિતેષભાઈ તેમજ પારસભાઈ અને એક અજાણ્યો વ્યક્તિ હોવાનું જણાવ્યું હતું.
ગઈકાલે આમ આદમી પાર્ટીની ડેટા ઓફિસ ઉપર પોલીસે રેઈડ કરી હતી અને આખી ઓફિસમાં તમામ કબાટ, ડ્રોઅર, કોમ્પ્યુટર, ડાયરી વગેરે ચેક કર્યા હતા.
ડેટા ઓફિસ ચેક કરનાર પોલીસનું નામ પૂછતાં તેઓએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાંથી હિતેષભાઈ તેમજ પારસભાઈ અને એક અજાણ્યો વ્યક્તિ હોવાનું જણાવ્યું હતું.
— Gopal Italia (@Gopal_Italia) September 12, 2022