ગુજરાતીઓ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે કે હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે દિવળીના તહેવાર દરમિયાન ટ્રાફિકના નિયમો તોડનાર પાસેથી કોઈપણ પ્રકારનો દંડ વસુલ કરવામાં નહી આવે. તારીખ 27 ઓક્ટોબર સુધી નિયમો તોડનાર પાસેથી કોઈ દંડ વસુલવામાં નહી આવે તેવી જાહેરાત કરવામાં આવી છે. એટલે કે 27 પછી તો ફરીથી રાબેતા મુજબ જ તમારે નિયમોનું પાલન કરવાનું રહેશે.
સાથે સાથે જ વાત કરીએ તો હર્ષ સંઘવી દ્વારા મોટી જાહેરાત કરવામા આવી છે. દિવાળીના તહેલારોમાં ટ્રાફિક નિયમો તોડનારને દંડ નહીં ભરવો પડે. આ દિવસો દરમિયાન તમારાથી જો ટ્રાફિકના નિયમ ભંગ થઈ જાય છે તો દિવાળીના તહેવારમાં દંડ વસૂલવામાં નહી આવે. જાહેરાત પ્રમાણે 27 ઓક્ટોબર સુધી ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ દંડ નહીં વસુલવામાં આવે.
સ્વાભાવિક છે તહેવારોમાં બધા લોકો પોતાના પરિવાર સાથે ખરીદી કરવા તો કોઈ મંદિરે દર્શન કરવા માટે જતા હોય છે. તો આ દિવસો દરમિયાન ટ્રાફિકના કોઈ નિયમ લાગું કરવામાં નહી આવે. જો કોઈ હેલમેટ કે લાઈસન્સ વગર પકડાશે તો તેમની પાસેથી કોઈ પણ પ્રકારનો દંડ લેવામાં નહી આવે. પરંતુ તેમની જિંદગી તેમના પરિવાર માટે ખુબ જ જરૂરી હોય છે, માટે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતરગત તેમને ફુલ આપીને તેમની જવાબદારીનું ભાન કરાવવામાં આવશે એવી જાહેરાત પણ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવી દ્વારા કરવામાં આવી છે. ત્યારે હવે લોકોએ પણ ધ્યાન રાખવું પડશે કે કોઈ જાનહાની ન થાય.