ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર! યુનિ. દ્વારા નવી કોલેજો શરૂ કરવા અરજીઓ મંગાવવા નિર્ણય

Desk Editor
By Desk Editor
Share this Article

Ahmedabad News: ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટની મળેલી બેઠકમાં 2024-25ના શૈક્ષણિક વર્ષ માટે નવી કોલેજોની અરજીઓ મંગાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટી દ્વારા ટૂંક સમયમાં અરજીઓ મંગાવશે. બાદમાં સ્ક્રુટિની અને તપાસ કરીને નવી કોલેજોને એપ્રિલ-મે સુધીમાં મંજૂરી આપવામાં આવશે. અલબત્ત પહેલેથી સાયન્સ, આર્ટસ અને કોમર્સની હજારો બેઠકો ખાલી રહે છે ત્યારે નવી કોલેજો શરૂ થવાની સાથે ખાલી બેઠકોની સંખ્યામાં પણ હજુ વધારો થશે.

યુનિવર્સિટીના અગાઉના એક્ટ અને ઓર્ડિનન્સ મુજબ નવી કોલેજો માટે તેમજ કોલેજોમાં વર્ગ વધારો અને બેઠક વધારો કરવા માટે નીડ કમિટીની બેઠક બોલાવવામાં આવતી હતી. સિન્ડીકેટ સભ્યોની નીડ કમિટી દ્વારા જ તમામ નિર્ણયો લેવામાં આવતા હતા. પરંતુ હવે નવા કોમન યુનિવર્સિટી એક્ટ મુજબ બોર્ડ ઓફ મેનેજમેન્ટ સર્વોપરી છે. જ્યારે નીડ કમિટીનું ફોર્મેટ જ દૂર કરી દેવાયું છે.

ગુજરાત યુનિ.ની બોર્ડ ઓફ મેનેજમેન્ટની તાજેતરમાં મળેલી બેઠકમાં નવી કોલેજો માટે અરજીઓ મંગાવવાનો નિર્ણય લેવાયો હતો. નવી બીકોમ. બીએસસી અને બીએ સહિતની યુજી અને પીજીની તેમજ અન્ય કોર્સની ખાનગી કોલેજો માટે સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવશે.

અમદાવાદમાં પાન-મસાલા ખાઈને થૂંકનારા 198ને રૂ.20,150નો દંડ ફટકારાયો, પિચકારી મારનારને CCTVના આધારે મોકલાશે ઇ-મેમો

સૌરવ ગાંગુલીના નિવેદનથી થયો હંગામો, કોચ રાહુલ દ્રવિડે આપી તીખી પ્રતિક્રિયા, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

મહેરૌલીમાં 900 વર્ષ જૂના બાબા રોજબીહની કબર પર કેમ ચાલ્યું બુલડોઝર? ભારતમાં ઇસ્લામનો નખાયો હતો પાયો

જે માટે યુનિ. દ્વારા જાહેરાત આપવામાં આવશે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ગત વર્ષના પ્રવેશની સ્થિતિ જોઈએ તો સાયન્સમાં 60 થી 70 ટકા બેઠકો ખાલી રહી હતી. સાયન્સની ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજોને વિદ્યાર્થીઓ નહીં મળવાના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ છે. તેમજ કોમર્સમાં 20 ટકા જેટલી બેઠકો ખાલી રહી હતી. આર્ટસમાં પણ તમામ બેઠકો ભરાતી નથી.


Share this Article