પીએમ મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. આજે સવારે અમદાવાદ એરપોર્ટ વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું અને 9 કિલોમીટર રોડ શો યોજાયો હતો. આ રોડ શોમા લાખોની ભીડ ઉમટી પડી હતી.
આ દરમિયાન એરપોર્ટની બહાર યુક્રેનથી પરત આવેલા ગુજરાતી વિદ્યાર્થીઓ ઓપરેશન ગંગાના પોસ્ટર અને પ્લે કાર્ડથી PMનું સ્વાગત કર્યુ હતુ. આ માટે વિદ્યાર્થીઓ વહેલી સવારથી જ પરિવાર સાથે સર્કિટ હાઉસ આવી પહોચ્યા હતા.
પીએમ આજે સિમ્પલ પહેરવેશમાં સફેદ ઝભ્ભો, લાલ ટોપી અને સફેદ ખેસ સાથે કાળા ગોગલ્સ લગાવ્યા હતા. આ સાથે હસતા મુખે લોકોના અભિવાદન જીલતા પીએમની વિક્ટરી સિમ્બોલ બતાવતા તસવીરો સામે આવી છે. નૃત્ય અને સંગીતથી પીએમનું સ્વાગત કરવામાં આવ્યુ અને સાથે ગરબાની રમજટ સાથે લોકો રોડ શોમા જોડાયા હતા.