આજે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘણા મુદ્દા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. જે ચર્ચાનો મુદ્દો બન્યો છે. ગુજરાત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લવજેહાદ મામલે આકરા શબ્દોમાં ટિપ્પણી કરી હતી કે પ્રેમ કરવાનો બધાને હક છે. નામ બદલીને કોઇ દિકરીઓને ફસાવે તે પ્રેમ ન કહેવાય. જો પ્રેમ શબ્દને કોઇ પણ બદનામ કરશે તો છોડાવામાં આવશે નહી.જો મુસ્તફા મહેશ બનીને પ્રેમ કરે તો સમાજની વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ છે. આ વિષય પર ફરિયાદ મળશે તો કડક પગલા લેવાશે એવું પણ હર્ષ સંઘવીએ વાત કરી હતી.
સાથે જ વાત કરીએ તો નવરાત્રિનો મુદ્દો પણ હાલમાં ચર્ચાનો વિષય છે, કારણ કે આ વખતે એના પર GST લગાવવામાં આવ્યો છે. નવરાત્રિમાં આ વખતે ગરબા પર જીએસટી લાદવામાં આવ્યો એ વાતને લઈને પણ હર્ષ સંઘવીએ વાત તરી છે. ડેઇલી પાસ પર GST નહી ચૂકવવો પડે. પરંતુ સિઝન પાસમાં આ વખતે 18% GST લાગશે. આ બાબતે હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું કે ગરબા પર જીએસટી મુદ્દે વિપક્ષીઓ રાજકારણ કરી રહ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું કે આવા કાર્યક્રમમાં ટિકિટ 500 કરતાં વધુ હોય તો GST લાગુ થાય, પહેલાં જ 15 ટકા ટેક્સ હતો આજે દેશમાં એક સરખો ટેક્સ છે. શ્રદ્ધા અને સંસ્કૃતિ બંને મહત્વના વિષય છે. બધુ પતી ગયુ એટલે વિપક્ષીઓએ ગરબાને પકડી લીધા. આ રીતે કટાક્ષ કરીને હર્ષ સંઘવીએ વિપક્ષને પણ ઘેરી લીધી હતી.