ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. ચારેતરફ પાણી પાણી થઈ ગયુ છે. આ વચ્ચે અમદાવાદમાં પણ મોડી રાતથી જ સવાર સુધી વરસાદ વરસયો હતો. નીચાણવાળા ભાગમાં પાણી ભરાઇ જતા વાહનચાલકો હેરાન થઇ રહ્યા છે. શહેરના સરસપુરમા અનેક સોસાયટીઓમા પાણી ફરી વળ્યા.
આ સિવાય વાત કરીએ અમદાવાદના પૂર્વ વિસ્તારની તો અહી તો નદીઓ જેવા દ્રશ્યો સર્જાયા હતા. હાટકેશ્વર વિસ્તાર તો બેટમાં ફેરવાયો હતો.
આ સિવાય નિકોલ વિસ્તારમાં પણ દર વર્ષે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવે છે. અહીના મધુ માલતી આવાસમાં વરસાદી પાણી ભરાઇ જતા લોકો હેરાન થઇ રહ્યા છે. ખોખરા વિસ્તારની હાઉસિંગ સોસાયટીમાંથી પાણી ભરાઈ જતા લોકો પરેશાન થઇ ગયા છે.
આ સાથે નજર કરિઓઇએ શહેરના વિસ્તારમા ખાબકેલા વરસાદ અંગે તો છેલ્લા 24 કલાકમાં સરખેજમાં 3 ઈંચ, જોધપુરમાં 3.5 ઈંચ, બોપલમાં 3.5 ઈંચ, મક્તમપુરામાં 3.75 ઈંચ, 4.5 ઈંચ, ચાંદખેડામાં 4 ઈંચ, રાણીપમાં 3.5 ઈંચ, બોડકદેવમાં 4 ઈંચ, સાયન્સ સિટીમાં 3.75 ઈંચ, દૂધેશ્વરમાં 3.75 ઈંચ, મેમ્કોમાં 4.5 ઈંચ, નરોડામાં 5.5 ઈંચ, કોતરપુરમાં 5 ઈંચ, ઓઢવમાં 7.5 ઈંચ, વિરાટનગરમાં 7.5 ઈંચ, નિકોલમાં 6.5 ઈંચ, રામોલમાં 10 ઈંચ, કઠવાડામાં 5 ઈંચ, ટાગોર કંટ્રોલમાં 4.5 ઈંચ, ઉસ્માનપુરામાં ગોતામાં 4 ઈંચ, ચાંદલોડિયામાં 3 ઈંચ, મણીનગરમાં 8.5 ઈંચ અને વટવામાં 9 ઈંચ વરસાદ પડ્યો.