Iskcon bridge accident case: ઈસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ એમ.આર. મેંગડેએ પ્રજ્ઞેશ પટેલની અમદાવાદમાં પ્રવેશ કરવાની અરજી મંજૂર કરી છે.
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 જેટલાં લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની અમદાવાદમાં પ્રવેશવાની અરજી ગુજરાત હાઈકોર્ટે મંજૂર કરી છે. અમદાવાદ શહેરમાં પ્રવેશવા દેવાની માંગ સાથે અરજી કરાઈ હતી. જે અરજી જસ્ટીસ એમ આર મેંગડે ગ્રાહ્ય રાખી છે.
અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતોને આપી ખાસ સલાહ, ફેબ્રુઆરીનીમાં હજી કપરા દિવસો આવી શકે, જાણો આગાહી
પ્રજ્ઞેશ પટેલએ અરજીમાં પોતાની પત્ની બીમાર હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સાથો સાથ પોતાના વ્યવસાય અમદાવાદ શહેર સાથે સંકળાયેલો હોવાથી અનેક અગવડતાઓ પડતી હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કર્યો હતો. આ તમામ બાબતોને ગ્રાહ્ય રાખી કોર્ટે અમદાવાદ શહેરમાં પ્રવેશવાની મંજૂરી પણ આપી છે.