અંબાલાલ પટેલે ગુજરાતના ખેડૂતોને આપી ખાસ સલાહ, ફેબ્રુઆરીનીમાં હજી કપરા દિવસો આવી શકે, જાણો આગાહી

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Weather Update: ગુજરાતમાં અંબાલાલ પટેલે ગુજરાતમાં ખેડૂતો માટે એક મોટી આગાહી કરી છે. હાલ તો રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી રહ્યું છે. પરંતુ જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં હજું કપરા દિવસો આવી શકે છે, એટલે કે હજું ઠંડી વધવાની આગાહી કરી છે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કાતિલ ઠંડી અનુભવાશે.

જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું, ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ભૂમધ્ય સમુદ્રમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે. જેની અસર ભારતના પશ્ચિમભાગ ઉપર અસર થશે, આ સાથે ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે.

તારીખ 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે. જેની અસરના ભાગ રૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્માં વરસાદની શક્યતા છે. જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. જેના કારણે રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહેશે.

અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી છે કે, ફેબ્રુઆરીની શરૂઆતમાં બુધ અને શુક્ર ગ્રહ પૃથ્વી તત્વની રાશિઓમાં આવતા ફેબ્રુઆરી માસથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષાની શક્યતા છે. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે ઉત્તરીય પ્રદેશ પર્વતીય વિસ્તારોમાં ભારે હિમ વર્ષા ન થતા સંતુલિત હવામાન ન રહ્યું.

ગજબનું પરિર્વતન…જુઓ 23 વર્ષ પહેલાં ભૂકંપ વખતનું ગુજરાત અને અત્યારનું ગુજરાત, જાણો વધુ

દેશ 26 જાન્યુઆરીએ 75મો ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યો ત્યારે, દેશની રાજધાની દિલ્હીમાં પૂરજોશમાં તૈયારીઓ

Breaking News: નીતિશે બોલાવી JDU નેતાઓની બેઠક, બીજેપી પ્રદેશ અધ્યક્ષ દિલ્હી ગયા, બિહારમાં કંઈક મોટું થવા જઈ રહ્યું છે!

ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે. કેટલાક ભાગોમાં ન્યુન્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી.


Share this Article