જો સામાન્ય રીતે વાત કરીએ તો ગુજરાતમાં સામાન્ય રીતે 15મી જૂને ચોમાસાનું આગમન થતું હોય છે. પણ નૈઋત્યના ચોમાસાની સાનુકૂળ પરિસ્થિતિને જોતા ગુજરાતમાં ચોમાસું વહેલું આવે તેવી શક્યતા છે. જો કે હાલમાં માહોલ એવો છે કે દેશમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધ્યું છે. વિગતો મળી રહી છે કે દક્ષિણ તમિલનાડુ અને બંગાળની ખાડીમાં આગળ વધ્યું છે.
હવામાન વિભાગે નૈઋત્યના ચોમાસાની કરી દીધી હતી. તથા કેરળમાં નૈઋત્યના ચોમાસાની જાહેરાત થઇ ગઇ છે. તેથી એવું કહી શકાય કે દેશમાં 3 દિવસ વહેલા નૈઋત્યના ચોમાસાનું આગમન થયુ છે. જો આપણે વાત કરીએ ગુજરાતની તો 15મી જૂને ચોમાસાનું આગમન થવાની આગાહી કરવામં આવી છે. તેમાં નૈઋત્યનું ચોમાસુ આગળ વધ્યું છે. કેરળમાં નૈઋત્યના ચોમાસાની હવામાન વિભાગે વિધિવત આગમનની ગઇકાલે જાહેરાત કરી હતી. તેમાં દેશમાં સામાન્ય દિવસ કરતા ૩ દિવસ વહેલા નૈઋત્યના ચોમાસાનું આગમન થયુ છે. જેમાં અરબી સમુદ્ર, લક્ષદ્વીપ ટાપુ, કેરળ બાદ દક્ષિણ તમિલનાડુ અને બંગાળની ખાડીમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે.