ગઈ કાલે જ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે અમુક જગ્યાએ ગરમીમાંથી રાહત મળી તો અમુક જગ્યાએ ખેડૂતોને નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો છે. ત્યારે આજે ફરી હવામાન વિભાગે રાજ્યમાં 4 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તેમજ રાજકોટ, અમરેલી, ભાવનગરમાં પણ આગાહી છે.
જો વાત કરીએ ખાલી આજની તો આજે નર્મદા, તાપી ડાંગમાં તેમજ બોટાદ, આણંદ અને ખેડામાં ભારે વરસાદની સંભાવના સાથે થન્ડર સ્ટોર્મ એક્ટિવિટીને કારણે વરસાદની આગાહી છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલમાં પણ મેઘો બેટિંગ કરે એવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહે એવું પણ કહેવામાં આવ્યું છે.
રાજ્યમાં અત્યાર સુધીના વરસાદની વાત કરીએ તો 29 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જેમાં આગામી 4 દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડશે તેવી હવામાન ખાતાએ આગાહી કરેલી છે. હાલમાં ભારે વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. ભેજવાળા વિસ્તારોમાં જ વરસાદ પડશે તેવી શક્યતા છે. ત્યારે ગુજારતીઓએ હવે 4 દિવસ વરસાદ માટે તૈયાર રહેવું એવું પણ કહેવામાં આવ્યું છે.