ગુજરાતના વડનગરના કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. હવે અમદાવાદ સેશન્સ કોર્ટે 2016ના એક કેસમાં જીગ્નેશ મેવાણી સહિત 19 લોકોને 6 મહિનાની જેલની સજા ફટકારી છે. જોકે આ તમામ લોકોને સ્થળ પર જ જામીન મળી ગયા હતા.
જીગ્નેશ મેવાણી ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે. 2016માં ગુજરાત યુનિવર્સિટી પાસે વિરોધ થયો હતો. આ લોકોએ માંગ કરી હતી કે યુનિવર્સિટીમાં બનાવવામાં આવનાર કાનૂન ભવનનું નામ ડૉ. બાબાસાહેબ આંબેડકર રાખવું જોઈએ. જેના કારણે યુનિવર્સિટી રોડ પર રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી જીગ્નેશ સહિત 20 લોકોની ધરપકડ કરી હતી.
પોલીસે એફઆઈઆર નોંધ્યા બાદ આ મામલાની સુનાવણી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ નંબર 21, અમદાવાદમાં થઈ હતી. ટ્રાયલ દરમિયાન એક આરોપીનું મૃત્યુ થયું હતું. શુક્રવારે સુનાવણી પૂરી થયા બાદ કોર્ટે તમામ 19 લોકોને 6 મહિનાની જેલની સજા સંભળાવી હતી. જો કે આ કેસમાં જીગ્નેશ મેવાણીને પણ જામીન મળી ગયા છે. અગાઉ મહેસાણાના એક કેસમાં જીગ્નેશ, સુબોધ પરમાર અને રેશ્મા પટેલને ત્રણ મહિનાની જેલની સજા થઈ હતી. આ રેલી પરવાનગી વગર કાઢવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.