આજથી ભારત ભરમાં હર ઘર તિરંગાનો પ્રારંભ થઈ ગયો છે. ત્યારે ગુજરાતમાં પણ આ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. આજે કડીમાં ભાજપની તિરંગા રેલી નીકળી હતી અને જેમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. રેલી દરમિયાન અચાનક એક ગાય રોડ પર દોડી આવી હતી અને નીતિન કાકાને અડફેટે લીધા હતા.
આ ઘટનામાં વધારે વિગતો મળી રહી છે કે તેમના ઢીંચણના ભાગે ઈજાઓ પહોંચી હતી. નીતિન પટેલને સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના કરણપુર શાકમાર્કેટ પાસે ઘટી હતી.