ગુજરાતમાં ખબર નહીં કેટલાક પેપર ફૂટશે અને ક્યારે આ બધું દુષણ બંધ થશે. હાલમાં ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષા ચાલુ છે. આજે ધોરણ 10માં હિન્દીનું છેલ્લું પેપર હતું. આ દરમિયાન પેપરમાં પૂછાયેલા સવાલના હાથથી લખાયેલા જવાબ સોશિયલ મીડિયામાં વાયરલ થયા અને ફરીવાર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો હતો.
વિગતો મળી રહી છે કે પેપરમાં સવાલના સેક્શન પ્રમાણે જવાબો વાયરલ થયાં હતાં. કે આજના પેપરના જવાબ લીક થયા છે જેથી શિક્ષણ બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ફેસબુકના જે પેજ પર આ પેપર વાયરલ થયું છે. તેમાં એવું લખ્યું છે કે, ધોરણ 10 નું પેપર પૂરું થવાને હજી અડધા કલાક ની વાર છે પણ કોઈ અજાણ્યા નંબર પરથી આ પેપર વોટ્સએપ પર મળ્યું છે, આ સાથે જ હવે સરકારી તંત્ર પણ હરકતમાં આવ્યું છે.
છેલ્લા 10 વર્ષમાંવ આટલી પરીક્ષાનાં પેપર ફૂટ્યાં
GPSCની ચીફ ઓફિસરની ભરતી: 2013
રેવન્યુ તલાટીની ભરતી પરીક્ષા: 2014
મુખ્ય સેવિકા: 2018
નાયબ ચિટનીસ: 2018
પોલીસ લોકરક્ષક દળ: 2018
શિક્ષકોની ભરતી પૂર્વેની કસોટી TAT: 2018
બિનસચિવાલય ક્લાર્ક: 2019
DGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી: જુલાઈ, 2021
સબ-ઓડિટર: ઓક્ટોબર, 2021
હેડ ક્લાર્ક: ડિસેમ્બર, 2021
આજના ધોરણ 10ના પેપર વિશે વાત કરીએ તો ફેસબુક પર આપના અડ્ડા નામના પેજ પર આ પેપરના જવાબના ફોટા વાયરલ થયાં છે. વાયરલ પેપર મામલે શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવી ગયો છે. આ પેપરમાં પુછાયેલા સવાલ જ હતાં કે નહીં તે અંગે શિક્ષણ સચિવ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જો કે હજી સુધી સાબિત નથી થયું કે આજના પેપરના જ જવાબ લીક થયાં છે, ત્યારે જોવાનું એ રહ્યું કે આખરે આજનું જ પેપર હતું કે પછી સરકારને બદનામ કરવાનું કોઈ ષડયંત્ર?