(સાગર કલસરિયા) Ahmedabad News: આજ રોજ અમદાવાદ RTO અને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સુભાષબ્રિજ સર્કલ પર “રોડ સેફ્ટી માસ 2024” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અન્વયે ટ્રાફિકના નિયમોનું પાલન કરનાર વાહન ચાલકોને ગુલાબનું ફૂલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સાથે ટ્રાફિકને લગતા પત્રિકા આપવામાં આવી હતી. આ સાથે દરેક લોકો ટ્રાફિકના નિયમોથી અવગત થાય તે માટે ટ્રાફિક નિયમોની જાણકારી આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેર અને જિલ્લામાં ગઈકાલથી શરૂ થયેલા રાષ્ટ્રીય માર્ગ સલામત મહિનાની શરુઆતના પ્રથમ દિવસે માર્ગ સલામતીના નિયમોનું પાલન કરીશ અને કરાવીશ ઉપરાંત અકસ્માત સમય કોઈને મદદ કરીશના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
અમદાવાદ આરટીઓના અધિકારી જે જે પટેલ, એ એમ પરમાર, ટ્રાફિક PI એમ આર પટેલ, IMV રોડ સેફ્ટી અધિકારી સી આઈ મહેરા, રોડ સેફ્ટી કમિટી સિકંદર સંધી સહિતના આરટીઓ સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફના કર્મચારી આ અભિયાનમાં જોડાઈને લોકોને જાગૃત કર્યા હતા. રાજ્યભરમાં 16 જાન્યુઆરીથી લઈ 13 ફેબ્રુઆરી સુધી ચાલનાર માર્ગ સલામતી ઉજવણીના કાર્યક્રમો કરવામાં આવશે.
ગુજરાત: CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, 6 નગરપાલિકાઓને રૂ. 10.77 કરોડની આપી સૈદ્ધાંતિક મંજૂરી
એક મહિનો ચાલનાર માર્ગ સલામતીના કાર્યક્રમમાં સ્કૂલ-કોલેજમાં સેમિનાર, માર્ગ સલામતિ બાબતે જન જાગૃતિ, નારોલ તેમજ વટવા ઔદ્યોગિક વિસ્તારમાં રોડ શેફટી અવેરનેસ, એન્ફોર્સમેન્ટની કામગીરી, ધ્વજ વંદન કાર્યક્રમ, રેલી, એસ.ટી.-ટ્રક ડ્રાઈવરોને માર્ગ સલામતીની તાલીમ, નારોલમાં ટ્રાન્સપોર્ટનગર ખાતે સેમીનાર, મેડિકલ ચેકઅપ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, અકસ્માત, બાબતે તજજ્ઞ તબીબ દ્વારા સેમિનાર, આઈટીઆઈ ખાતે સેમિનાર, ટ્રેક શો, હેલ્મેટ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે.