હાલમાં સમય એવો છે કે દરેક ક્ષણે લોકો સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલા છે. દિવસે ને દિવસે હાથવગા મોબાઈલમાં જે થાય એ જ લોકો પહેલી પસંદ બનાવે છે. સમયનો અભાવ અને સરળતાના લીધે લોકોના જીવનમાં ડિઝીટલ વસ્તુનો વ્યાપ વધી રહ્યો છે. પરંતુ જેમ કહેવાય કે દરેક સિક્કાની બે બાજુ હોય એ જ રીતે અહીં પણ બે પાસાઓ સામે આવીને ઉભા રહે છે. એક તરફ તમારી સરળતા છે તો બીજી તરફ હેકર માફિયાઓ તમને નુકસાન પહોંચાડી રહ્યા છે. સાયબર એટેક અને હેકિંગથી કઈ રીતે બચવું એ આજના સમયમાં દરેકને શીખવા જ જોઈએ. ત્યારે હવે ગુજરાતમાં પહેલી વખત આવી ઈવેન્ટ થવા જઈ રહી છે કે જ્યાં તમને આ બધું જ ફ્રીમાં શીખવા મળશે અને એ પણ ભારતની ટોપની કંપની સાયબર ઓક્ટેટ પાસેથી.
સાયબર ઓક્ટેટ પ્રાઈવેટ લિમિટેડ જે વૈશ્વિક સ્તરે 350+ કંપનીઓની 360 ડિગ્રી સાયબર સુરક્ષાની સેવાઓથી આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુરક્ષિત કરવા સુધીની સેવાઓ પુરી પાડે છે. અને 13 વર્ષ કરતાં પણ વધારે અનુભવ ધરાવે છે, સાયબર ઓક્ટેટ પ્રાઈવેટ લિમિટેડે 50,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને તાલીમ આપી એટલું જ નહીં પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં પણ સેવા આપી.
સાયબર ઓક્ટેટ ભારતની ટોચની 25 સાયબર સુરક્ષા કંપનીઓમાં સ્થાન ધરાવે છે અને વૈશ્વિક ટોચના 15 IOT સિક્યોરિટી પ્રોવાઈડરમાં પણ તેમનું નામ લેવામાં આવે છે. હાલમાં સમય એવો છે કે સાયબર સિક્યોરિટી દરેક કલાકની જરૂરિયાત છે, વિશ્વભરમાં વધી રહેલા સાયબર એટેક અને ગુનાઓને કારણે સાયબર સુરક્ષા વ્યાવસાયિકોની માંગ વધી રહી છે. સાયબર સિક્યોરિટીના 350 વ્યુને પુનઃવ્યાખ્યાયિત કરવા અને નવી પેઢીને સ્કિલ અપગ્રેડ કરવામાં અને ડિજિટલ વિશ્વમાં ઊભી થતી નવી ટેક્નોલોજી સાથે સ્પર્ધા કરવા માટે મદદ કરવા આ કંપની તૈયાર રહે છે.
ત્યારે હવે સાયબર ઓક્ટેટ સાયબર સિક્યોરિટી અને એથિકલ હેકિંગની ઈવેન્ટનું આયોજન કરી રહ્યા છીએ. આ ઈવેન્ટનું આયોજન પ્લેટિનમ રેસીડેન્સી, ઓપ. શેલ પેટ્રોલ પંપ, પ્રહલાદ નગર રોડ, અમદાવાદ, ગુજરાતમાં 5 જૂન, 2022 ના રોજ સવારે 9 વાગ્યે કરવામાં આવ્યું છે.
સેમિનારમાં તમને શું-શું શીખવા મળશે?
1) What is Ethical Hacking & Cyber Security
2) How Hackers Hack – Live Hacking
3) How to Secure your Social Media Accounts & Data
4) Work of Cyber Security Expert & Ethical Hacker
5) Scope in Cyber Security
6) Case Studies & Cyber Crime Awareness
7) Career Opportunities in Cyber Security & Ethical Hacking
8) Q&A
તમારે શા માટે આ સેમિનારમાં જવું જોઈએ ?
1-આ સેમિનાર તમને સાયબર સિક્યોરિટી અને એથિકલ હેકિંગના બેઝિકથી એડવાન્સ કોન્સેપ્ટ્સ વિશેની તમારી સમજને એક લેવલ સુધી લઈ જવામાં મદદ કરશે.
2- ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતો દ્વારા સંપૂર્ણ કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવશે.
3- તમારા જ્ઞાનને વિસ્તૃત કરો અને તમારા ભવિષ્યને વધુ સફળ બનાવવા માટે જરૂરી સાયબર સુરક્ષા સ્કિલ મેળવો.
4- વિશેષ ઑફર્સ અને સેમિનારનું પ્રમાણપત્ર
5- ફ્રી સેમિનાર