Ahmedabad News: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ખેલાડીઓ માટે જુદી જુદી યોજનાઓ તેમજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જિલ્લા રમતગમત અધિકારી,અમદાવાદ ગ્રામ્યની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારી,અમદાવાદ ગ્રામ્ય દ્વારા અમદાવાદ જિલ્લામાં ૬૩મી સુબ્રટો કપ ઇન્ટરનેશનલ ફૂટબોલ સ્પર્ધા ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે.
વધુમાં, જિલ્લા રમતગમત અધિકારી,અમદાવાદ ગ્રામ્યની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અમદાવાદ જિલ્લા(ગ્રામ્ય)ની શાળાઓના જરૂરી વયજુથમાં આવતા ખેલાડીઓએ www.subrotocup.in વેબસાઇટ પર ફરજીયાત ઓનલાઈન એન્ટ્રી કરવાની રહેશે. આ સ્પર્ધા માટેના ઓનલાઈન કરેલ એન્ટ્રી પ્રવેશપત્ર જિલ્લા રમતગમત અધિકારી,અમદાવાદ ગ્રામ્યની કચેરીએ તા.૨૯/૦૪/૨૦૨૪ સુધીમાં મોકલી આપવાનું રહેશે. એક શાળામાંથી એક વયજુથમાં એક જ એન્ટ્રી સ્વીકારવામાં આવશે.
સત્તા પર આવ્યા પછીથી PM મોદીએ 10 વર્ષમાં કેટલી રજા લીધી અને કેટલા કલાક કામ કર્યું? જાણી લો જવાબ
સ્પર્ધામાં અંડર-૧૫ સુબ્રટો ફુટબોલ સબ જુનિયર (ભાઇઓ), અડર-૧૭ સુબ્રટો ફુટબોલ જુનિયર ફુટબોલ (ભાઇઓ), અંડર-૧૭ સુબ્રટો ફુટબોલ જુનિયર ફુટબોલ (બહેનો)ની સ્પર્ધાઓ યોજાશે. કોઈપણ ખેલાડી એક વયજુથમાં ભાગ લઈ શકશે. ઓનલાઈન એન્ટ્રી કરેલ હશે તે શાળા/ખેલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકશે. વયજુથ, સ્પર્ધાના નિયમો અને કટ ઓફ ડેઈટ અંગેની વધુ વિગતો વેબસાઈટ તથા જિલ્લા રમતગમત અધિકારી,અમદાવાદ ગ્રામ્યની કચેરીએથી મેળવી શકાશે.