કૌશિક ઠાકોર ( અમદાવાદ ): હાલમાં જ પેરા એશિયન ગેમ્સની રમત પુરી થઈ અને ગુજરાતમાંથી અનેક દિવ્યાંગોએ વિશ્વ લેવલે પોતાનું અને રાજ્યનું નામ રોશન કર્યું. એમાના જ એક એટલે કે અમદાવાદના ખોડાજી ઠાકોર કે જેઓ પેરા એશિયન ગેમ્સમાં પાંચમા સ્થાને રહ્યા હતા. ખોડાભાઇ ઠાકોર સાથે તેઓના સિલેક્શનથી લઈને તેમની સિદ્ધિ સુધીની વાત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે તેઓએ કેટલી મહેનત કરી અને ગુજરાતનું નામ વિશ્વ લેવલે ગુંજતુ કર્યું છે.
ખોડાજી પોતાના સંઘર્ષ વિશે વાત કરે છે કે તેમણે પસંદગી પામવા માટે સતત સાત વર્ષની અથાગ મહેનત કરી હતી. જયારે તેઓ દિલ્હીમાં સિલેક્શન માટે ગયા ત્યારે આખા ભારતમાંથી પ્રતિસ્પર્ઘી આવ્યા હતા. જેમાંથી ફક્ત બે લોકોને સિલેક્ટ કર્યા હતા અને એમાંથી એક ખુદ ખોડાજી હતા. ખોડાજી વાત કરતાં જણાવે છે કે તેમનું T-12 કેટેગરી સિલેક્શન થયુ હતુ. સમગ્ર રાજ્ય માટે ગૌરવ લેવા જેવી વાત એ હતી કે આવુ પહેલી વખત બન્યુ હતુ અને એમાં પણ ખોડાજી પહેલા ગુજરાતી હતા.
તેમના ચીનમાં પેરા એશિયન ગેમ્સના અનુભવ વિષે વાત કરતા ખોડાજીએ કહ્યું કે, ત્યા રહેવાની સારી સગવડ આપવામાં આવી હતી તથા તેમના ડાયટનુ પણ પુરતું ઘ્યાન આપવામાં આવ્યુ હતુ. તથા જયારે ઇવેન્ટમાં ગયા ત્યારે 30,000 લોકો જોવા આવ્યા હતા. જ્યારે લોકો અમને પ્રોત્સાહિત કરતાં હતા એ અનુભવ જ કંઈક અલગ હતો અને રોમાંચક માહોલ હતો. સમગ્ર જીવનનો આ કંઈક અનોખો જ અનુભવ હતો. પહેલી ઇવેન્ટમાં તેઓ બીજા નંબરે આવ્યા હતા અને ફાઇનલમાં પાંચમા ક્રમે આવ્યા હતા. આ વાતની જ્યારે ખબર પડી ત્યારે એમના માદરે વતન અમદાવાદામાં દિવાળી જેવા માહોલ હતો અને ખુશીનો કોઈ પાર નહોતો.
ખોડાજી હરખથી જણાવે છે કે જયારે પરત ભારતમાં આવ્યા ત્યારે ઘણા બધાં લોકો આવ્યા હતા તેમના દ્રારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ગ્રુહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ ખોડાજીનું સમ્માન કરાયું તેમજ ખોડલઘામ સંસ્થા દ્વારા પણ સમ્માન કરાયું હતુ.
મૃત્યુને હરાવીને 422 કલાક પછી બહાર નીકળેલો પહેલો મજૂર કોણ હતો? કઈ રીતે બહાર આવ્યો અને પછી શું થયું??
12 નવેમ્બરથી લઈને 28 નવેમ્બર સુધી 17 દિવસ ટનલમાં શું-શું થયું? જાણો પહેલા જ દિવસથી આખી કામગીરી વિશે
આ સાથે જ પાલનપુરના ધારાસભ્યે પણ ખોડાજીને ખોબલે ને ખોબલે વધાવ્યા હતા. આવનારા સમયના ઘ્યેય જણાવતા ખોડાજીએ કહ્યુ કે ભારત માટે પેરાઓલમ્પિકમાં ગોલ્ડ જીતવો છે અને ફરી વખત ગુજરાતનું અને દેશનું નામ વિશ્વ લેવલે ગુંજતુ કરવું છે.